Monday, March 5, 2012

SAFE USE OF HONEY - મધ નો ઉપયોગ માં સાવધાની




SAFE USE OF HONEY
http://images.bhaskar.com/web2images/www.divyabhaskar.co.in/2012/03/01/images/honey_f.jpg
'અમૃત' જેવા મધનો ખોટો ઉપયોગ, શરીરમાટે 'ઝેર' બની જશે મધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે.રોજ સાચી રીતે લીધેલ મધ હેલ્થ માટે સારું છે પણ મધના ઉપયોગના માત્ર ફાયદાઓ જ નહીં પણ નુકસાન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ મધનો ઉપયોગ કરો આવે તો આટલું ધ્યાન જરૂર રાખો. 

* 
ચા, કૉફીમાં મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. મધની સાથે તેનું સેવન ઝેર સમાન કામ કરે છે.

* 
જામફળ, શેરડી, દ્રાક્ષ, ખાટા ફળોની સાથે મધ લેવું ઉત્તમ અમૃત છે.

* 
શરીર માટે આવશ્યક લોહ, ગંધક, મેગ્નીઝ, પોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો મધમાં હોય છે.

* 
એક મોટા ચમચી મધમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.

* 
કોઇ રીતે તમને મધ સુટ ના કરે કે તેને ખાઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હો તો એક લીંબુ ચુસી લો. તેની અસર ઘટી જશે.

* 
મધને ક્યારેય ગરમ કરી ઉપયોગ ન કરો. પાણી ગરમ કરી તેમાં મધ ઉમેરો પણ મધને ગેસ પર મુકશો નહીં. 

* 
માંસ, માછલીની સાથે મધનું સેવન ઝેર સમાન છે.

* 
મધમાં પાણી કે દૂધની બરાબર માત્રા પણ હાનિકારક છે.

* 
ખાંડની સાથે મધ ભેળવવું એ અમૃતમાં ઝેર ભેળવવા સમાન છે.

* 
ઠંડીમાં મધને નવશેકા દૂધ કે પાણીમાં લેવું જોઇએ.
* એક સાથે વધારે માત્રામાં મધ ના લો. આમ કરવું નુકસાનકારક હોય છે. મધ દિવસમાં બે કે ત્રણ વાર એક ચમચી લો.
* ઘી, તેલ, માખણમાં મધનો ઉપયોગ વિષ સમાન છે.

## ## # 
Source: Internet  સાભાર: દિનેશ વોરા 

No comments:

Post a Comment