Tuesday, February 28, 2012

હિન્દુધર્મની વિશેષ વિગતો



આપણો હિન્દુ ધર્મ વિશ્વ માં જૂના માં જૂનો ગણાય છે. નીચે દર્શાવેલી એની વિશેષ વિગતો આપણે જાણવી રહી.

(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3. સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર
16. અગ્નિ સંસ્કાર

(2) હિન્દુધર્મના ઉત્સવો :

1. નૂતન વર્ષારંભ
2. ભાઈબીજ
3. લાભપાંચમ
4. દેવદિવાળી
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ
7. વસંત પંચમી
8. શિવરાત્રી
9. હોળી
10. રામનવમી
11. અખાત્રીજ
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)
13. અષાઢી બીજ
14. ગુરુ પૂર્ણિમા
15. શ્રાવણી-રક્ષાબંધન
16. જન્માષ્ટમી
17. ગણેશ ચતુર્થી
18. શારદીય નવરાત્રી
19. વિજ્યા દશમી
20. શરદપૂર્ણિમા
21. ધનતેરસ
22. દીપાવલી.

(3) હિન્દુ તીર્થો :

ભારતના ચાર ધામ :
1. દ્વારિકા
2. જગન્નાથપુરી
3. બદરીનાથ
4. રામેશ્વર

હિમાલય ના ચાર ધામ :
1. યમુનોત્રી
2. ગંગોત્રી
3. કેદારનાથ
4. બદરીનાથ
હિમાલયના પાંચ કેદાર :
1. કેદારનાથ
2. મદમહેશ્વર
3. તુંગનાથ
4. રુદ્રનાથ
5. કલ્પેશ્વર
ભારતની સાત પવિત્ર પુરી :
1. અયોધ્યા
2. મથુરા
3. હરિદ્વાર
4. કાશી
5. કાંચી
6.. અવંતિકા
7. દ્વારિકા

દ્વાદશ જ્યોતિલિંગ :

1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ આંધ્ર પ્રદેશ)
2. સોમનાથ (પ્રભાસ પાટણ ગુજરાત)
3. મહાકાલ (ઉજ્જૈન મધ્યપ્રદેશ)
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર)
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર)
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર)
8. નાગનાથ (દ્વારિકા પાસે ગુજરાત)
9. કાશી વિશ્વનાથ (કાશી ઉત્તરપ્રદેશ)
10. રામેશ્વર (તમિલનાડુ)
11. કેદારનાથ (ઉત્તરાંચલ)
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર)

અષ્ટવિનાયક ગણપતિ :
1. ઢુંઢીરાજ વારાણસી
2. મોરેશ્વર-જેજૂરી
3. સિધ્ધટેક
4. પહ્માલય
5. રાજૂર
6. લેહ્યાદ્રિ
7. ઓંકાર ગણપતિ પ્રયાગરાજ
8. લક્ષવિનાયક ઘુશ્મેશ્વર

શિવની અષ્ટમૂર્તિઓ :
1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર
2. ચંદ્રલિંગ સોમનાથ મંદિર
3. યજમાન લિંગ પશુપતિનાથ (નેપાલ)
4. પાર્થિવલિંગ એકામ્રેશ્વર (શિવકાંશી)
5. જલલિંગ જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી)
6. તેજોલિંગ અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
7. વાયુલિંગ શ્રી કાલહસ્તીશ્વર
8. આકાશલિંગ નટરાજ (ચિદંબરમ)

પ્રસિધ્ધ 24 શિવલિંગ :
1. પશુપતિનાથ (નેપાલ)
2. સુંદરેશ્વર (મદુરા)
3. કુંભેશ્વર (કુંભકોણમ)
4. બૃહદીશ્વર (તાંજોર)
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)
7. અમરનાથ (કાશ્મીર)
8. વૈદ્યનાથ (કાંગજા)
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ)
10. ભુવનેશ્વર (ઓરિસ્સા)
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
12. એકલિંગજી (રાજસ્થાન)
13. ગૌરીશંકર (જબલપુર)
14. હરીશ્વર (માનસરોવર)
15. વ્યાસેશ્વર (કાશી)
16. મધ્યમેશ્વર (કાશી)
17. હાટકેશ્વર (વડનગર)
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ)
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત)
20. કપાલેશ્વર (કૌંચ પર્વત)
21.કુમારેશ્વર (કૌંચ પર્વત)
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત)

સપ્ત બદરી :
1. બદરીનારાયણ
2. ધ્યાનબદરી
3. યોગબદરી
4. આદિ બદરી
5. નૃસિંહ બદરી
6. ભવિષ્ય બદરી
7.. વૃધ્ધ બદરી.

પંચનાથ : 
1. બદરીનાથ
2. રંગનાથ
3. જગન્નાથ
4. દ્વારિકાનાથ
5. ગોવર્ધનનાથ

પંચકાશી :
1. કાશી (વારાણસી)
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ)
3. ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી તમિલનાડુ)
5. શિવકાશી
સપ્તક્ષેત્ર :
1. કુરુક્ષેત્ર (હરિયાણા)
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર)
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ ગુજરાત)
4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ)
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત)
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી ઓરિસ્સા)
7. સૂકરક્ષેત્ર (સોરોં ઉત્તરપ્રદેશ)

પંચ સરોવર :
1. બિંદુ સરોવર (સિધ્ધપુર ગુજરાત)
2. નારાયણ સરોવર (કચ્છ)
3. પંપા સરોવર (કર્ણાટક)
4. પુષ્કર સરોવર (રાજસ્થાન)
5. માનસ સરોવર (તિબેટ)

નવ અરણ્ય (વન) :
1. દંડકારણ્ય (નાસિક)
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર ઉત્તરપ્રદેશ)
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર હરિયાણા)
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર હરિયાણા)
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત કાનપુર)
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ ત્રિચિનાપલ્લી)
8. અર્બુદારણ્ય (આબુ)
9. હિમવદારણ્ય (હિમાલય)

ચૌદ પ્રયાગ :
1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની)
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા)
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા)
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી)
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા)
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા)
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા)
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા)
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા)
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી)

પ્રધાન દેવીપીઠ :
1. કામાક્ષી (કાંજીવરમ્ તામિલનાડુ)
2. ભ્રમરાંબા (શ્રીશૈલ આંધ્રપ્રદેશ)
3. કન્યાકુમારી (તામિલનાડુ)
4. અંબાજી (ઉત્તર ગુજરાત)
5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર)
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ)
10. મંગલાવતી (ગયા-બિહાર)
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા)
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ)

શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :
1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ ઉત્તરાંચલ)
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી કર્ણાટક)
5. કામોકોટિપીઠ (કાંજીવરમ તામિલનાડુ)

(4) ચાર પુરુષાર્થ :

1. ધર્મ
2. અર્થ
3. કામ
4. મોક્ષ
વૈષ્ણવો પ્રેમને પંચમ પુરુષાર્થ ગણે છે.

(5) ચાર આશ્રમ :
1. બ્રહ્મચર્યાશ્રમ
2. ગૃહસ્થાશ્રમ
3. વાનપ્રસ્થાશ્રમ
4. સંન્યાસાશ્રમ

(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :
1. યજ્ઞ
2. પૂજન
3. સંધ્યા
4. શ્રાધ્ધ
5. તર્પણ
6. યજ્ઞોપવીત
7. સૂર્યને અર્ધ્ય
8. તીર્થયાત્રા
9. ગોદાન
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન
12... ગંગાસ્નાન
13... યમુનાપાન
14... ભૂમિપૂજન શિલાન્યાસ વાસ્તુવિધિ
15... સૂતક
16... તિલક
17... કંઠી માળા
18... ચાંદલો ચૂડી સિંદૂર
19... નૈવેદ્ય
20... મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન
21... પીપળે પાણી રેડવું... તુલસીને જળ આપવું
23... અન્નદાન અન્નક્ષેત્ર

-00000000-

Friday, February 24, 2012

नींद


नींद
"नींद" के बारे में एक समाचार पत्र में पढ़ा था, अच्छा लगा तो लिख लिया। आप भी इश पर गौर करे। 

अच्छा स्वास्थ्य

  • प्रोफ़ेसर कैपूचिओ कहते हैं कि इस बात पर और अध्ययन की जरूरत है कि अच्छे स्वास्थ्य के लिए अच्छी नींद क्यों ज़रूरी है.

  • लाफब्रूग के नींद शोध केंद्र के प्रोफ़ेसर जिम हॉर्ने कहते हैं कि समय से पहले मौत के नींद के अलावा भी कई और कारण हो सकते हैं.

  • वह कहते हैं, ''मानसिक और शारीरिक स्वास्थ्य के लिए नींद लिटमस पेपर है. नींद पर बीमारियों और अवसाद जैसी परिस्थितियों का भी प्रभाव पड़ता है.''

  • वह कहते हैं कि नींद के घंटों के बढ़ने से किसी व्यक्ति का स्वास्थ्य बेहतर नहीं होता है और वह अधिक समय तक नहीं जीता है. लेकिन एक रात में पाँच घंटे से कम सोना शायद ठीक नहीं है.

  • आम अवधारणा ये है कि महिलाओं की नींद पुरुषों से ख़राब होती है लेकिन शोध दर्शाता है कि महिलाएं नहीं बल्कि पुरुषों को कम और ख़राब क्वालिटी की नींद आती है|

      -नील स्टान्ले, नींद विशेषज्ञ  

  • जब दो हिस्सों की नींद आम थी...

डॉन कीहोटी प्रकृति का अनुसरण करते थे और पहली नींद से संतुष्ट होने के बाद दूसरी नींद नहीं लेते थे. जहां तक सांचो का सवाल है, उन्हें कभी दूसरी नींद की जरूरत नहीं पड़ती थी क्योंकि उनकी पहली नींद ही रात से सुबह तक चलती थी." मिगुएल सर्वांटीज़, डॉन कीहोटी (1615)

  • "पहली नींद से जागने के बाद आप गर्म पेय पीयेंगे और अगली नींद से जागने के बाद आपके दुख भी विलीन हो जाएंगे." एक पुरानी अंग्रेजी गीत, ओल्ड रॉबिन ऑफ पोर्टिंगेल, से

  • नाइजीरिया की टिव जनजाति पहली नींद और दूसरी नींद के जरिए रात के अलग अलग पहर को दर्शाते हैं. (सूत्र रोजर एकिर्च)

  • अच्छी नींद लेना सकारात्मक प्रक्रिया है जिससे जीवन के हर क्षेत्र में बेहतर प्रदर्शन करने में मदद मिलती है.

-प्रोफ़ेसर डर्क जन डिज़्क

  • आधुनिक समाज के लोगों की औसत नींद में क्रमिक कमी देखी जा रही है, यह पूर्णकालिक काम करने वाले लोगों में एक सामान्य सी बात है
-प्रोफ़ेसर फ़्रांसिस्को कैपूचिओ, वैज्ञानिक

  • थोड़ा और सो लें..
भारी कामकाज के दिन से पहले अगर आप सामान्य से थोड़ी ज़्यादा नींद ले लें तो थकान से निढाल होकर नींद के हाथों बेबस होने से बच सकते हैं.

  • सीखने में मददगार हैं सपने
वैज्ञानिकों का मानना है कि कुछ नई चीज़ सीखने के बाद झपकी लेना फायदेमंद होता है.


** ** **

Source : Internet




Thursday, February 23, 2012

ટીપ્સ



રસોઈ ટીપ્સ / આરોગ્ય ટીપ્સ / હોમકેર ટીપ્સ / સોંદર્ય ટીપ્સ / જીવન ટીપ્સ

 રસોઈ ટીપ્સ

[1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.
[2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.
[3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.
[4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.
[5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી  દાણા અલગ-અલગ રહેશે.
[6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.
[7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.
[8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.
[9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.
[10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા  થશે.
[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.
[12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.
[13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.
[14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.
[15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.

 આરોગ્ય ટીપ્સ
[1] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.
[2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના  પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.
[3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.

[4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.
[5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી
કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.
[6] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.
[7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.
[8] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.
[9] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં
વઘાર કરીને  પીવાથી ફાયદો થશે.
[10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.
[11] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
[12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.
[13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.
[14] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.
[15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.

 હોમકેર ટીપ્સ
[1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ.  આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.
[2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે  દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.
[3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.
[4] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.
[5] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.
[6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.
[7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું  પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી  જશે.
[8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.
[9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.
[10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.


 સોંદર્ય ટીપ્સ
[1] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે   છે.
[2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.
[3] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ  પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.
[4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ  કરો. વાળની ચમક વધી જશે.
[5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ  નાખો.
[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.
[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
[9] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.
[10] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી  વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

 જાળવણી ટીપ્સ
[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.
[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.
[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.
[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી  અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.
[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.
[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની  બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.
[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે  રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.
[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.
[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.
[10]  માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.
[11] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ  નહીં કરે અને કાટ પણ નહીં લાગે.
[12] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.
[13] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.
[14] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.
[15] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 જીવન ટીપ્સ
[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.
[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.
[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.
[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.
[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે.  વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.

** ** **



આપણી કહેવતો



થોડા માં ઘણું  કહી જાય એવી આ આપણી કહેવતો

   

1.              અક્કરમીનો પડીઓ કાંણો
2.              અક્કલ ઉધાર ન મળે
3.              અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
4.              અચ્છોવાના કરવાં  
5.               અજાણ્યા પાણીમાં ઉતરવું નહિ
6.               અજાણ્યો અને આંધળો બેઉ સરખા
7.               અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડા ન ભરાય
8.                અતિ ચીકણો બહુ ખરડાય
9.                અતિ લોભ તે પાપનું મૂળ
10.             અણીનો ચૂક્યો સો વરસ જીવે
11.              અધૂરો ઘડો છલકાય ઘણો
12.              અન્ન અને દાંતને વેર
13.              અન્ન તેવો ઓડકાર
14.              અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
15.               અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
16.                અવળે અસ્ત્રે મૂંડી નાખવો
17.                અંગૂઠો બતાવવો
18.               અંજળ પાણી ખૂટવા
19.               અંધારામાં તીર ચલાવવું
20.               અંબાડીએ બેસીને છાણાં ન વિણાય 
આ-ઈ
21.                આકાશ પાતાળ એક કરવા
22.                આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
23.                આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
24.                આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
25.                આજ રોકડા, કાલ ઉધાર
26.                આજની ઘડી અને કાલનો દી
27.                આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
28.                આદુ ખાઈને પાછળ પડી જવું
29.                આપ ભલા તો જગ ભલા
30.                આપ મુવા પીછે ડૂબ ગઈ દૂનિયા
31.                આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
32.                આપ સમાન બળ નહિ
33.                આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
34.                આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
35.                આફતનું પડીકું
36.                આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
37.                આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
38.                આમલી પીપળી બતાવવી
39.                આરંભે શૂરા
40.                આલાનો ભાઈ માલો
41.                આલિયાની ટોપી માલિયાને માથે
42.                આવ પાણા પગ ઉપર પડ
43.                આવ બલા પકડ ગલા
44.                આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
45.                આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
46.                આવી ભરાણાં
47.                આળસુનો પીર
48.                આંકડે મધ ભાળી જવું
49.                આંખ આડા કાન કરવા
50.                આંગળા ચાટ્યે પેટ ન ભરાય
51.                આંગળી ચિંધવાનું પુણ્ય
52.                આંગળી દેતાં પહોંચો પકડે
53.                આંગળીથી નખ વેગળા જ રહે
54.                આંગળીના વેઢે ગણાય એટલાં
55.                આંતરડી કકળાવવી/દૂભવવી
56.                આંતરડી ઠારવી
57.                આંધળામાં કાણો રાજા
58.                આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
59.                આંધળી દળે ને કૂતરા ખાય
60.                આંધળે બહેરું કૂટાય
61.                આંધળો ઓકે સોને રોકે
62.                ઈંટનો જવાબ પથ્થર 

     

63.                ઉકલ્યો કોયડો કોડીનો
64.                ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
65.                ઉતાવળે આંબા ન પાકે 
66.                ઊગતા સૂરજને સૌ નમે
67.                ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
68.                ઊઠાં ભણાવવા
69.                ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
70.                ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
71.                ઊતર્યો અમલદાર કોડીનો
72.                ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
73.                ઊંચે આભ ને નીચે ધરતી
74.                ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
75.                ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
76.                ઊંટના ઊંટ ચાલ્યા જાય
77.                ઊંટની પીઠે તણખલું
78.                ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
79.                ઊંડા પાણીમાં ઊતરવું
80.                ઊંદર બિલાડીની રમત
81.                ઊંદરની જેમ ફૂંકી ફંકીને કરડવું
82.                ઊંધા રવાડે ચડાવી દેવું
83.                ઊંધી ખોપરીનો માણસ
84.                ઊંબાડિયું કરવાની ટેવ

એ-ઐ
85.                એક કરતાં બે ભલા
86.                એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
87.                એક કાંકરે બે પક્ષી મારવા
88.                એક ઘા ને બે કટકા
89.                એક ઘાએ કૂવો ન ખોદાય
90.                એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
91.                એક નકટો સૌને નકટાં કરે
92.                એક નન્નો સો દુ:ખ હણે
93.                એક નૂર આદમી હજાર નૂર કપડાં
94.                એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
95.                એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
96.                એક ભવમાં બે ભવ કરવા
97.                એક મરણિયો સોને ભારી પડે
98.                એક મ્યાનમાં બે તલવાર ન રહે
99.                એક સાંધે ત્યાં તેર તૂટે
100.             એક હાથે તાળી ન પડે
101.             એકનો બે ન થાય
102.             એના પેટમાં પાપ છે
103.             એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
104.             એરણની ચોરી ને   
105.             એલ-ફેલ બોલવું 
106.           ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
      દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
107.           ઓછું પાત્ર ને અદકું ભણ્યો
108.           ઓડનું ચોડ કરવું
109.           ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે 
110.           કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
111.           કજિયાનું મોં કાળું
112.           કડવું ઓસડ મા જ પાય
113.           કડવો ઘૂંટડો ગળે ઊતારવો
114.           કપાસિયે કોઠી ફાટી ન જાય
115.           કપાળ જોઈને ચાંદલો કરાય
116.           કમળો હોય તેને પીળું દેખાય
117.           કમાઉ દીકરો સૌને વહાલો લાગે
118.           કરમ કોડીના અને લખણ લખેશરીના
119.           કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
120.           કરો કંકુના
121.           કરો તેવું પામો, વાવો તેવું લણો
122.           કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
123.           કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
124.           કાકા મટીને ભત્રીજા ન થવાય
125.           કાકો પરણ્યો ને ફોઈ રાંડી
126.           કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
127.           કાગડા બધે ય કાળા હોય
128.           કાગડો દહીંથરું લઈ ગયો
129.           કાગના ડોળે રાહ જોવી
130.           કાગનું બેસવું ને ડાળનું પડવું
131.           કાગનો વાઘ કરવો
132.           કાચા કાનનો માણસ
133.           કાચું કાપવું
134.           કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
      કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
135.           કાન છે કે કોડિયું?
136.           કાન પકડવા
137.           કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
138.           કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
139.           કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
140.           કાનાફૂંસી કરવી
141.           કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
142.           કામ કામને શિખવે
143.           કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
144.           કામના કૂડા ને વાતોના રૂડા
145.           કારતક મહિને કણબી ડાહ્યો
146.           કાળા અક્ષર ભેંશ બરાબર
147.           કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
148.           કાંચિડાની જેમ રંગ બદલવા
149.           કાંટો કાંટાને કાઢે
150.           કીડી પર કટક ન ઊતારાય
151.           કીડીને કણ અને હાથીને મણ
152.           કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
153.           કીધે કુંભાર ગધેડે ન ચડે
154.           કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
155.           કુલડીમાં ગોળ ભાંગવો
156.           કુંન્ડુ કથરોટને હસે
157.           કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
158.           કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
159.           કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
160.           કૂતરું કાઢતા બિલાડું પેઠું
161.           કૂવામાં હોય તો અવેડામાં આવે
162.           કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
163.           કેસરિયા કરવા
164.           કોઈની સાડીબાર ન રાખે
165.           કોઠી ધોયે કાદવ જ નીકળે
166.           કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
167.           કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
168.           કોણીએ ગોળ ચોપડવો
169.           કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
170.           કોથળામાં પાનશેરી રાખીને મારવો
171.           કોથળામાંથી બિલાડું કાઢવું
172.           કોના બાપની દિવાળી
173.           કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
174.           કોલસાની દલાલીમાં કાળા હાથ
175.           ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી? 

176.           ખણખોદ કરવી
177.           ખરા બપોરે તારા દેખાડવા
178.           ખંગ વાળી દેવો
179.           ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
180.           ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
181.           ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
182.           ખાડો ખોદે તે પડે
183.           ખાતર ઉપર દીવો
184.           ખાલી ચણો વાગે ઘણો
185.           ખાળે ડૂચા અને દરવાજા મોકળા
186.           ખિસ્સા ખાલી ને ભભકો ભારી
187.           ખીલાના જોરે વાછરડું કૂદે
188.           ખેલ ખતમ, પૈસા હજમ
189.           ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
190.           ખોટો રૂપિયો કદી ન ખોવાય
191.           ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
192.           ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર 
193.           ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
194.           ગઈ તિથિ જોશી પણ ન વાંચે
195.           ગગા મોટો થા પછી પરણાવશું
196.           ગજ વાગતો નથી
197.           ગજવેલના પારખાં ન હોય
198.           ગતકડાં કાઢવા
199.           ગધેડા ઉપર અંબાડી ન શોભે
200.           ગધેડાને તાવ આવે તેવી વાત
201.           ગરજ સરી એટલે વૈદ વેરી
202.           ગરજવાનને અક્કલ ન હોય
203.           ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
204.           ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
205.           ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
206.           ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
207.           ગાડા નીચે કૂતરું
208.           ગાડી પાટે ચડાવી દેવી
209.           ગાડું ગબડાવવું
210.           ગાડું જોઈને ગુડા ભાંગે
211.           ગાભા કાઢી નાખવા
212.           ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
213.           ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
214.           ગામના મોંએ ગરણું ન બંધાય
215.           ગામનો ઉતાર
216.           ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
217.           ગાય દોહી કૂતરાને પાવું
218.           ગાંજ્યો જાય તેવો નથી
219.           ગાંઠના ગોપીચંદન
220.           ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
221.           ગાંડાના ગામ ન વસે
222.           ગાંડી માથે બેડું
223.           ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
224.           ગાંધી-વૈદનું સહીયારું
225.           ગેંગે-ફેંફે થઈ જવું
226.           ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
227.           ગોળ નાખો એટલું ગળ્યું લાગે
228.           ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
229.           ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
230.           ગ્રહણ ટાણે સાપ નીકળવો 
ઘ-ઙ
231.           ઘડો-લાડવો કરી નાખવો
232.           ઘર ફૂટે ઘર જાય
233.           ઘર બાળીને તીરથ ન કરાય
234.           ઘરડા ગાડા વાળે
235.           ઘરડી ઘોડી લાલ લગામ
236.           ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
237.           ઘરના ભુવા ને ઘરના ડાકલાં
238.           ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
239.           ઘરની ધોરાજી ચલાવવી
240.           ઘરમાં વાઘ બહાર બકરી
241.           ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
242.           ઘરે ધોળો હાથી બાંઘવો
243.           ઘા પર મીઠું ભભરાવવું
244.           ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
245.           ઘી ઢોળાયું તો ખીચડીમાં
246.           ઘી-કેળાં થઈ જવા
247.           ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
248.           ઘેર ઘેર માટીના ચૂલા
249.           ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
250.           ઘોડે ચડીને આવવું
251.           ઘોરખોદિયો
252.           ઘોંસ પરોણો કરવો 
253.           ચકલી નાની ને ફૈડકો મોટો
254.           ચકીબાઈ નાહી રહ્યાં
255.           ચડાઉ ધનેડું
256.           ચપટી ધૂળની ય જરૂર પડે
257.           ચપટી મીઠાની તાણ
258.           ચમડી તૂટે પણ દમડી ન છૂટે
259.           ચમત્કાર વિના નમસ્કાર નહિ
260.           ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
261.           ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
262.           ચાદર જોઈને પગ પહોળા કરાય
263.           ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
264.           ચાલતી ગાડીએ ચડી બેસવું
265.           ચીભડાના ચોરને ફાંસીની સજા
266.           ચીંથરે વીંટાળેલું રતન
267.           ચેતતો નર સદા સુખી
268.           ચોર કોટવાલને દંડે
269.           ચોર પણ ચાર ઘર છોડે
270.           ચોરની દાઢીમાં તણખલું
271.           ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
272.           ચોરની માને ભાંડ પરણે
273.           ચોરની વાદે ચણા ઉપાડવા જવું
274.           ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
275.           ચોરને ઘેર ચોર પરોણો
276.           ચોરનો ભાઈ ઘંટીચોર
277.           ચોરી પર શીનાજોરી
278.           ચોળીને ચીકણું કરવું
279.           ચૌદમું રતન ચખાડવું 
280.           છકી જવું
281.           છક્કડ ખાઈ જવું
282.           છછૂંદરવેડા કરવા
283.           છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
284.           છાગનપતિયાં કરવા
285.           છાજિયા લેવા
286.           છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
287.           છાતી પર મગ દળવા
288.           છાપરે ચડાવી દેવો
289.           છાશ લેવા જવી અને દોણી સંતાડવી
290.           છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
291.           છાસિયું કરવું
292.           છિનાળું કરવું
293.           છીંડે ચડ્યો તે ચોર
294.           છેલ્લા પાટલે બેસી જવું
295.           છેલ્લું ઓસડ છાશ
296.           છોકરાંને છાશ ભેગા કરવા
297.           છોકરાંનો ખેલ નથી
298.           છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
299.           છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય 
   
300.           જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
301.           જનોઈવઢ ઘા
302.           જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
303.           જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
304.           જમાઈ એટલે દશમો ગ્રહ
305.           જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
306.           જશને બદલે જોડા
307.           જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
308.           જા બિલાડી મોભામોભ
309.           જા બિલ્લી કૂત્તે કો માર
310.           જાગ્યા ત્યાંથી સવાર
311.           જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
312.           જાતે પગ પર કુહાડો મારવો
313.           જીભ આપવી
314.           જીભ કચરવી
315.           જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
316.           જીવ ઝાલ્યો રહેતો નથી
317.           જીવતા જગતિયું કરવું
318.           જીવતો નર ભદ્રા પામે
319.           જીવવું થોડું ને જંજાળ ઝાઝી
320.           જીવો અને જીવવા દો
321.           જીવ્યા કરતાં જોયું ભલું
322.           જે ચડે તે પડે
323.           જે જન્મ્યું તે જાય
324.           જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
325.           જે નમે તે સૌને ગમે
326.           જે ફરે તે ચરે
327.           જે વાર્યા ન વરે તે હાર્યા વરે
328.           જે સૌનું થશે તે વહુનું થશે
329.           જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
330.           જેટલા મોં તેટલી વાતો
331.           જેટલા સાંધા એટલા વાંધા
332.           જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
333.           જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
334.           જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
335.           જેના લગન હોય તેના જ ગીત ગવાય
336.           જેના હાથમાં તેના મોંમા
337.           જેની લાઠી તેની ભેંસ
338.           જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
339.           જેનું ખાય તેનું ખોદે
340.           જેનું નામ તેનો નાશ
341.           જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
342.           જેને રામ રાખે તેને કોણ ચાખે
343.           જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
344.           જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
345.           જેવા સાથે તેવા
346.           જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
347.           જેવી સોબત તેવી અસર
348.           જેવું કામ તેવા દામ
349.           જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
350.           જેવો દેશ તેવો વેશ
351.           જેવો સંગ તેવો રંગ
352.           જોશીના પાટલે અને વૈદના ખાટલે
353.           જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
354.           જ્યાં ચાહ ત્યાં રાહ
355.           જ્યાં સંપ ત્યાં જંપ
356.           જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ 
ઝ-ઞ
357.           ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
358.           ઝાઝા હાથ રળિયામણા
359.           ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
360.           ઝાઝી કીડી સાપને ખાઈ જાય
361.           ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
362.           ઝેરના પારખા ન હોય 
363.           ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
364.           ટાઢા પહોરની તોપ ફોડવી
365.           ટાઢા પાણીએ ખસ ગઈ
366.           ટાલિયા નર કો'ક નિર્ધન
367.           ટાંટીયાની કઢી થઈ જવી
368.           ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
369.           ટેભા ટૂટી જવા
370.           ટોપી ફેરવી નાખવી 
371.           ઠરીને ઠામ થવું
372.           ઠરીને ઠીંકરું થઈ જવું
373.           ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
374.           ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે 
ડ-ઢ-ણ

375.           ડહાપણની દાઢ ઊગવી
376.           ડાકણેય એક ઘર તો છોડે
377.           ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
378.           ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
379.           ડાંગે માર્યા પાણી જુદા ન પડે
380.           ડીંગ હાંકવી
381.           ડીંડવાણું ચલાવવું
382.           ડુંગર દૂરથી રળિયામણા
383.           ડૂબતો માણસ તરણું પકડે
384.           ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
385.           ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
386.           ઢાંકો-ઢૂંબો કરવો 
387.           તમાચો મારી ગાલ લાલ રાખવો
388.           તમાશાને તેડું ન હોય
389.           તલપાપડ થવું
390.           તલમાં તેલ નથી
391.           તલવારની ધાર ઉપર ચાલવું
392.           ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
393.           ત્રાગું કરવું
394.           ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
395.           તારા જેવા તાંબિયાના તેર મળે છે
396.           તારા બાપનું કપાળ
397.           તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
398.           તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
399.           તાલમેલ ને તાશેરો
400.           તાંબિયાની તોલડી તેર વાના માંગે
401.           તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
402.           તીસમારખાં
403.           તુંબડીમાં કાંકરા
404.           તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
405.           તેલ જુઓ તેલની ધાર જુઓ
406.           તેલ પાઈને એરંડિયું કાઢવું
407.           તોબા પોકારવી
408.           તોળી તોળીને બોલવું 
409.           થાક્યાના ગાઉ છેટા હોય
410.           થાબડભાણા કરવા
411.           થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
412.           થૂંકના સાંધા કેટલા દી ટકે?
413.           થૂંકેલું પાછું ગળવું 
414.           દયા ડાકણને ખાય
415.           દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
416.           દળી, દળીને ઢાંકણીમાં
417.           દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
418.           દાઝ્યા પર ડામ
419.           દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
420.           દાણો દબાવી/ચાંપી જોવો
421.           દાધારિંગો
422.           દાનત ખોરા ટોપરા જેવી
423.           દામ કરે કામ અને બીબી કરે સલામ
424.           દાળમાં કાળું
425.           દાંત કાઢવા
426.           દાંત ખાટા કરી નાખવા
427.           દાંતે તરણું પકડવું
428.           દી ભરાઈ ગયા છે
429.           દીકરી એટલે સાપનો ભારો
430.           દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
431.           દીવા તળે અંધારું
432.           દીવાલને પણ કાન હોય
433.           દુકાળમાં અધિક માસ
434.           દુ:ખતી રગ દબાવવી
435.           દુ:ખનું ઓસડ દહાડા
436.           દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
437.           દૂઝણી ગાયની લાત ભલી
438.           દૂધ પાઈને સાપ ઉછેરવો
439.           દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
      જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
440.           દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
441.           દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
442.           દે દામોદર દાળમાં પાણી
443.           દેખવું નહિ અને દાઝવું નહિ
444.           દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
445.           દોડવું હતું ને ઢાળ મળ્યો
446.           દોરડી બળે પણ વળ ન છૂટે
447.           દ્રાક્ષ ખાટી છે 
     
448.           ધકેલ પંચા દોઢસો
449.           ધણીની નજર એક, ચોરની નજર ચાર
450.           ધનોત-પનોત કાઢી નાખવું
451.           ધરતીનો છેડો ઘર
452.           ધરમ કરતાં ધાડ પડી
453.           ધરમ ધક્કો
454.           ધરમના કામમાં ઢીલ ન હોય
455.           ધરમની ગાયના દાંત ન જોવાય
456.           ધાર્યું ધણીનું થાય
457.           ધીરજના ફળ મીઠા હોય
458.           ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
459.           ધૂળ ઉપર લીંપણ ન કરાય
460.           ધોકે નાર પાંસરી
461.           ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
462.           ધોયેલ મૂળા જેવો
463.           ધોળા દિવસે તારા દેખાવા
464.           ધોળામાં ધૂળ પડી
465.           ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે 
466.           ન આવડે ભીખ તો વૈદું શીખ
467.           ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
468.           ન બોલ્યામાં નવ ગુણ
469.           ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
470.           ન મામા કરતા કહેણો મામો સારો
471.           નકલમાં અક્કલ ન હોય
472.           નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
473.           નજર ઉતારવી
474.           નજર બગાડવી
475.           નજર લાગવી
476.           નજરે ચડી જવું
477.           નજરે જોયાનું ઝેર છે
478.           નથ ઘાલવી
479.           નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
480.           નબળો ધણી બૈરી પર શૂરો
481.           નમાજ પડતા મસીદ કોટે વળગી
482.           નરમ ઘેંશ જેવો
483.           નવ ગજના નમસ્કાર
484.           નવરો ધૂપ
485.           નવરો બેઠો નખ્ખોદ કાઢે
486.           નવાણિયો કૂટાઈ ગયો
487.           નવાણુંનો ધક્કો લાગવો
488.           નવી ગિલ્લી નવો દાવ
489.           નવી વહુ નવ દહાડા
490.           નવે નાકે દિવાળી
491.           નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
492.           નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
493.           નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
494.           નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
495.           નસીબનો બળિયો
496.           નાક કપાઈ જવું
497.           નાક કપાવી અપશુકન ન કરાવાય
498.           નાકે છી ગંધાતી નથી
499.           નાગાની પાનશેરી ભારે હોય
500.           નાગાને નાવું શું અને નીચોવવું શું ?
501.           નાચવું ન હોય તો આંગણું વાંકુ
502.           નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
503.           નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
504.           નાના મોઢે મોટી વાત
505.           નાનો પણ રાઈનો દાણો
506.           નીર-ક્ષીર વિવેક
507.           નેવાના પાણી મોભે ના ચડે
508.           નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય 
509.           પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
510.           પગ કુંડાળામાં પડી જવો
511.           પગ ન ઊપડવો
512.           પડતો બોલ ઝીલવો
513.           પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
514.           પડ્યા પર પાટું
515.           પડ્યો પોદળો ધૂળ ઉપાડે
516.           પઢાવેલો પોપટ
517.           પત્તર ખાંડવી
518.           પથ્થર ઉપર પાણી
519.           પરચો આપવો/દેખાડવો
520.           પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
521.           પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
522.           પવન પ્રમાણે સઢ ફેરવવો
523.           પહેલું સુખ તે જાતે નર્યા
524.           પહેલો ઘા પરમેશ્વરનો
525.           પહેલો સગો પાડોશી
526.           પહોંચેલ માયા/બુટ્ટી
527.           પ્રસાદી ચખાડવી
528.           પંચ કહે તે પરમેશ્વર
529.           પાકા ઘડે કાંઠા ન ચડે
530.           પાઘડી ફેરવી નાખવી
531.           પાઘડીનો વળ છેડે આવે
532.           પાટિયાં બેસી જવાં
533.           પાટો બાઝવો
534.           પાઠ ભણાવવો
535.           પાણી ઉતારવું
536.           પાણી ચડાવવું
537.           પાણી દેખાડવું
538.           પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
539.           પાણી પાણી કરી નાખવું
540.           પાણી પીને ઘર પૂછવું
541.           પાણી ફેરવવું
542.           પાણીચું આપવું
543.           પાણીમાં બેસી જવું
544.           પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
545.           પાણીમાંથી પોરા કાઢવા
546.           પાનો ચડાવવો
547.           પાપ છાપરે ચડીને પોકારે
548.           પાપડતોડ પહેલવાન
549.           પાપડી ભેગી ઈયળ બફાય
550.           પાપનો ઘડો ભરાઈ જવો
551.           પાપી પેટનો સવાલ છે
552.           પારકા કજિયા ઉછીના ન લેવાય
553.           પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
554.           પારકી આશ સદા નિરાશ
555.           પારકી છઠ્ઠીનો જાગતલ
556.           પારકી મા જ કાન વિંધે
557.           પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
558.           પારકે પાદર પહોળા થવું
559.           પારકે પૈસે દિવાળી
560.           પારકે પૈસે પરમાનંદ
561.           પારકે ભાણે લાડુ મોટો દેખાય
562.           પાશેરામાં પહેલી પૂણી છે
563.           પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
564.           પાંચમાં પૂછાય તેવો
565.           પાંચે ય આંગળી ઘીમાં
566.           પાંચે ય આંગળી સરખી ન હોય
567.           પાંચે ય આંગળીએ દેવ પૂજવા
568.           પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
569.           પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
570.           પીઠ પાછળ ઘા
571.           પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
572.           પુણ્ય પરવારી જવું
573.           પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
574.           પુરાણ માંડવું
575.           પેટ કરાવે વેઠ
576.           પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
577.           પેટ છે કે પાતાળ ?
578.           પેટછૂટી વાત કરવી
579.           પેટનો બળ્યો ગામ બાળે
580.           પેટમાં પેસીને પગ પહોળા કરવા
581.           પેટમાં ફાળ પડવી
582.           પેટિયું રળી લેવું
583.           પેટે પાટા બાંધવા
584.           પૈસા તો ડાબા હાથનો મેલ છે
585.           પૈસાનું પાણી કરવું
586.           પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
587.           પોચું ભાળી જવું
588.           પોત પ્રકાશવું
589.           પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
590.           પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
591.           પોતાનો કક્કો જ ખરો કરવો
592.           પોતિયા ઢીલા થઈ જવા
593.           પોતિયું કાઢીને ઊભા રહેવું
594.           પોથી માંહેના રીંગણા
595.           પોદળામાં સાંઠો
596.           પોપટીયું જ્ઞાન
597.           પોપાબાઈનું રાજ
598.           પોબારા ગણી જવા
599.           પોલ ખૂલી ગઈ 
600.           ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
601.           ફના- ફાતિયા થઈ જવા
602.           ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
603.           ફાચર મારવી
604.           ફાટીને ધુમાડે જવું
605.           ફાવ્યો વખણાય
606.           ફાળિયું ખંખેરી નાખવું
607.           ફાંકો રાખવો
608.           ફુલ નહિ તો ફુલની પાંખડી
609.           ફૂલાઈને ફાળકો થઈ જવું
610.           ફૂંકી ફૂંકીને પગ મૂકવો 
611.           બકરું કાઢતા ઊંટ પેઠું
612.           બગભગત-ઠગભગત
613.           બગાસું ખાતા પતાસું મળ્યું
614.           બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
615.           બધો ભાર કન્યાની કેડ પર
616.           બલિદાનનો બકરો
617.           બળતાંમાં ઘી હોમવું
618.           બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
619.           બળિયાના બે ભાગ
620.           બાઈ બાઈ ચારણી
621.           બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
622.           બાડા ગામમાં બે બારશ
623.           બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
624.           બાપ શેર તો દીકરો સવા શેર
625.           બાપના કૂવામાં ડુબી ન મરાય
626.           બાપના પૈસે તાગડધીન્ના
627.           બાપનું વહાણ ને બેસવાની તાણ
628.           બાપે માર્યા વેર
629.           બાફી મારવું
630.           બાર ગાઉએ બોલી બદલાય
631.           બાર બાવા ને તેર ચોકા
632.           બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
633.           બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
634.           બારે મેઘ ખાંગા થવા
635.           બારે વહાણ ડૂબી જવા
636.           બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
637.           બાવા બાર ને લાડવા ચાર
638.           બાવાના બેઉ બગડ્યા
639.           બાવો ઉઠ્યો બગલમાં હાથ
640.           બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
641.           બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
642.           બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
643.           બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
644.           બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
645.           બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
646.           બીડું ઝડપવું
647.           બે ઘરનો પરોણો ભૂખે મરે
648.           બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
649.           બે પાંદડે થવું
650.           બે બદામનો માણસ
651.           બે બાજુની ઢોલકી વગાડવી
652.           બેઉ હાથમાં લાડવા
653.           બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
654.           બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
655.           બોડી-બામણીનું ખેતર
656.           બોલે તેના બોર વેંચાય
657.           બંધ બેસતી પાઘડી પહેરી લેવી
658.           બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય 
659.           ભડનો દીકરો
660.           ભણેલા ભીંત ભૂલે
661.           ભલભલાને ભૂ પાઈ દેવું
662.           ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
663.           ભાગતા ભૂતની ચોટલી ભલી
664.           ભાગ્યશાળીને ભૂત રળે
665.           ભાંગરો વાટવો
666.           ભાંગ્યાનો ભેરુ
667.           ભાંગ્યું તો ય ભરુચ
668.           ભાંડો ફૂટી ગયો
669.           ભીખના હાંલ્લા શીંકે ન ચડે
670.           ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
671.           ભૂત ગયું ને પલિત આવ્યું
672.           ભૂતનું સ્થાનક પીપળો
673.           ભૂતોભાઈ પણ ઓળખતો નથી 

-000000-
Source: Internet