Wednesday, March 21, 2012

એક્સરસાઈઝ હોર્મોન




નિયમિત કસરત કરવાનું એક નવું કારણ
એક્સરસાઈઝ હોર્મોન

તમે નિયમિત કસરત કરો છો ત્યારે તમારા મગજમાંથી કુદરતે બનાવેલ મોરફીનનીકળે જેને એન્ડોકીનકહેવાય. આની અસર શરીર પર જબરજસ્ત થાય છે. કસરતને કારણે લાગેલો થાક અને દુખાવો ઘડીભરમાં અદ્રશ્ય થઈ જાય છે
એન્ડોર્ફીનનો પ્રતાપ તમે જો સ્ત્રી હશો તો પણ અનુભવ્યો હશે. ગર્ભવતી સ્ત્રીને બાળકનો જન્મ થાય ત્યારે જો આ હોર્મોન ના હોય તો તે વખતનો દુખાવો સહન કરવાની શક્તિ કોઈ પણ સ્ત્રીમાં હોઈ ના શકે. એક્સરસાઈઝ એટલે કે કસરત વિષે તમે આટલું તો જાણો છો

૧. દરેક વ્યક્તિએ - પુરૂષ હોય કે સ્ત્રી - કસરત તો કરવી જ જોઈએ.
૨. હાથ અને પગ હલાવવા એટલે કે ચાલવું એ કસરત ગણાય. આ જ રીતે ધીમી ગતિની દોડ (જોગીંગ), દોડવું, તરવું, દાદર ચડવો-ઉતરવો, ટ્રેડ મીલ પર ચાલવું, સાઈકલ ચલાવવી, ટોઈંગ (હલેસા મારવા) અને બધી જ મેદાની રમતો હોકી-ફૂટબોલ-વોલીબોલ-ક્રિકેટ વગેરે પણ કસરત ગણાય. કારણ આ બધામાં હાથ પગ હલાવવા પડે.
૩. હાથપગ હલાવવા એટલે કસરત કરો ત્યારે હાથના, પગના અને શરીરના સ્નાયુ અને સાંધાને શક્તિ જોઈએ.
૪. શક્તિ લોહીમાંથી મળે જેમાં શક્તિ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ અને ઓક્સીજન હોય. ઓક્સીજનને લીધે કાર્બોહાઈડ્રેટનું દહન થાય અને શક્તિ ઉત્પન્ન થાય.
૫. સ્નાયુ અને સાંધાને સતત લોહી પહોંચાડવાનું કામ હૃદય કરે અને લોહીને ચોખ્ખું કરવાનું કામ ફેફસા કરે એટલે કે શરીરમાં ભેગો થયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢી નાખી હવામાં રહેલો ઓક્સીજન લેવાનું કામ ફેફસા કરે.
૬. ઉપર જણાવેલી કોઈપણ કસરત સતત ૩૦ મીનીટ અટક્યા વગર નિયમિત કરવાથી ફક્ત એક માસમાં તમારા શરીરના અંગેઅંગના કોષને ચોખ્ખું લોહી પહોંચાડી તેમને રોગરહિત તંદુરસ્ત રાખવાનું કામ તમારું હૃદય અને ફેફસાં સરસ રીતે કરી શકે છે એટલે કે કસરતને કારણે:

૧. હાર્ટએટેકનો ડર નથી રહેતો.
૨. બીપી થવાની શક્યતા નથી રહેતી.
૩. ડાયાબીટીસ ટાઈપ-૨ (મોટી ઉંમરે થનારો ડાયાબીટીસ) થશે નહીં.
૪. યાદશક્તિ અકબંધ રહેશે.
૫. પાચનક્રિયા સારી રીતે થશે.
૬. વધારાની કેલરી બળી જવાથી વજન નહી વધે.
૭. ચામડી ચુસ્ત રહેશે, કરચલી નહીં પડે.
૮. શરીર સુડોળ અને સુદ્રઢ બનશે.
૯. ઇમ્યુનીટી વધશે એટલે નાની મોટી ચેપી જંતુથી થનારી બિમારીઓ થશે નહીં.
૧૦. સ્ત્રીઓને મેનોપોઝના પ્રોબ્લેમ નહી થાય.
૧૧ ખોરાકમાં લીધેલા બધા જ તત્વોનું એબ્સોર્પ્શન સારી રીતે થશે. એટલે શરીર શક્તિમાન બનશે. કસરતના ફાયદા અગણ્ય છે પણ અગત્યનો ફાયદો
૧૨. તમારું મન તણાવમુક્ત થશે. તમારી માનસિકતા જે નકારાત્મક છે તેમાં ધરખમ ફેરફાર થશે.
૧૩. એટીટ્યુડ પોઝીટીવ થશે અને
૧૪. આજ સુધી દુઃખ અને દર્દની લાગણી અને મૃત્યુના વિચારોથી તમારું મન ઘેરાઈ ગયું હતું તે ખુબ પ્રફૂલ્લિત થઈ જશે. આ ચમત્કાર તમે ફક્ત ૧૫ થી ૨૦ દિવસની કસરતથી અનુભવશો.

આ બઘું થવાનું કારણ કસરતથી તમારા મગજમાં નીકળતા કસરતના હોર્મોન છે. આને તમે એન્ડોજીનીયસ મોર્ફીનપણ કહી શકો. એન્ડોર્ફીન આમ જુઓ તો એન્ડોજીનીઅસ મોર્ફીનએટલે કે મોર્ફીન જેવો પદાર્થ જે શરીરમાં ઉત્પન્ન થાય છે. તમને ખબર તો હશે જ કે જ્યારે શરીરનો દુખાવો સહન ના થાય તેવો હોય ત્યારે છેલ્લા ઉપાય તરીકે ડોક્ટરો દવાની ફેક્ટરીમાં બનાવેલ મોરફીનનું ઇન્જેક્શન આપે છે. તમને નવાઈ લાગશે કે જ્યારે તમને આવું ઇન્જેક્શન આપે ત્યારે દુખાવો તો જતો રહે છે પણ દર્દીને એક પ્રકારનો ન સમજાય તેવો આનંદ (યુફોરીયા) થાય છે. કુદરતે કેવી કમાલ કરી છે કે જ્યારે તમે નિયમિત કસરત કરો છો ત્યારે તમારા મગજમાંથી કુદરતે બનાવેલ મોરફીનનીકળે જેને એન્ડોકીનકહેવાય. દવા તરીકે વપરાતા મોરફીન કરતાં આ શરીરમાં બનેલું (એન્ડોજીનસ) મોરફીન અથવા એન્ડોફીન ૨૦૦ થી ૨૫૦ ગણું તાકાતવાળું છે. આની અસર શરીર પર જબરજસ્ત થાય છે. કસરતને કારણે લાગેલો થાક અને દુખાવો ઘડીભરમાં અદ્રશ્ય થઈ જાય છે. આ ઉપરાંત તમારા મનને ખૂબ સારું લાગશે. કદાચ આ એન્ડોફીનની અસરને કારણે જ્યારે વર્ષો પહેલાં રનીંગકરતા હતા ત્યારે એકવાર મને પગની પાનીના હાડકાનું ફ્રેક્ચર જેને મેડીકલ ભાષામાં માર્ચ ફ્રેક્ચરકહેવાય તેનો અનુભવ મને થયો. ૨૧ કિલોમીટર દોડીને આવ્યા પછી જ્યારે સોજો આવ્યો અને દુખાવો વઘ્યો ત્યારે મને ખબર પડી. આ એન્ડોર્ફીનનો પ્રતાપ. તે વખતે પણ મનની સ્થિતિ એટલી સારી હતી કે આ પરિસ્થિતિ પણ કામચલાઉ છે અને મટી જશે અને ખરેખર એવું જ થયું કે બે દિવસના આરામ પછી બધી રીતે આરામ થઈ ગયો. એન્ડોર્ફીનનો પ્રતાપ તમે જો સ્ત્રી હશો તો પણ અનુભવ્યો હશે. ગર્ભવતી સ્ત્રીને બાળકનો જન્મ થાય ત્યારે જો આ હોર્મોન ના હોય તો તે વખતનો દુખાવો સહન કરવાની શક્તિ કોઈ પણ સ્ત્રીમાં હોઈ ના શકે.

જ્યારે તમે નિયમિત કસરત કરો છો ત્યારે નોરએપીનેફ્રીન અને સેટોટીનીન નામના બે કેમીકલ્સ અથવા ન્યુરોટ્રાન્સમીટર્સ પણ તમારા મગજમાંથી નીકળે છે. આને કેટલાક સાયન્ટીસ્ટ હોર્મોનપણ કહે છે. જેઓ સંતોષી અને આનંદી (સ્વભાવે) હોય છે તેવી વ્યક્તિઓમાં આ બન્ને હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે સ્વભાવે નિરાશાવાદી અને ડીપ્રેશનમાં હોય તેવી વ્યક્તિઓમાં આ હોર્મોનનું પ્રમાણ ઓછું હોય છે એવું પ્રયોગોથી નક્કી થયું છે. જ્યારે તમે કસરત કરો છો ત્યારે આ બન્ને હોર્મોનનું બેલેન્સ જળવાઈ રહે છે. સેરોટીનીનનું પ્રમાણ ઓછું હોય તો તમને પૂરી ઊંઘ ના આવે. નોરએપીનેફ્રીનનું પ્રમાણ ઓછું હોય તો ભૂખ ના લાગે. જાતીય શક્તિ ઓછી થઈ જાય.

એક વધારાની વસ્તુ પણ જાણવા જેવી છે. કસરત કરો ત્યારે પરસેવો થાય. આ પરસેવામાં થોડું મીઠું પણ શરીરની બહાર નીકળી જાય. આ વખતે પણ તમારા મનમાં આનંદ અને સંતોષનો ભાવ આવે. તમને ગમે કે ના ગમે પણ હું તમને આગળ બતાવેલા કસરતના ફાયદા ઉપરાંત કસરતથી આ ત્રણ હોર્મોન:

૧. એન્ડોફ્રીન
૨ નોરએપીનેફ્રીન
૩ સેરોટીનીન ઉત્પન્ન થાય છે જેને કારણે તમારા મનમાંથી દુઃખનો ભાવ જતો રહે છે. ઉંઘ બરોબર આવે છે. મન આનંદમાં રહે છે અને જાતીય શક્તિ જળવાઈ રહે છે.

હવે જેની હમણાં જ શોધ થઈ છે તે ચોથા હોર્મોનની વાત પણ કરી લઈએ. આ ચોથા હોર્મોનનું નામ છે પીજીસી-૧ આલ્ફાજે નવો હોર્મોન છે. અમેરિકા સ્થિત હાર્વર્ડ મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકોએ આ નવા હોર્મોનની શોધ કરી છે. નેચરનામના મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા એક લેખ પ્રમાણે જેમ જેમ તમે નિયમિત કસરત કરતા જાઓ અને તેમાં ખરા દિલથી રસ લેતા થાઓ ત્યારે ફક્ત ૧૫ દિવસના ગાળામાં આ હોર્મોન નીકળવાની શરૂઆત થાય છે. આ હોર્મોન વિષે થોડી વધારે વાતો જાણીએ.

૧. પી.જી.સી.-૧ આલ્ફાહોર્મોનની શોધ ડૉ. બુ્રનસ સ્પિગલમેને કરી ચે. આ ડોક્ટર ડાના-ફેર્બર કેન્સર ઇન્સ્ટીટયુટ અને હાર્વર્ડ મેડીકલ સ્કુલના વિદ્વાન પ્રોફેસર છે.
૨. પ્રયોગોથી તેમણે શોધી કાઢ્‌યું કે જ્યારે તમે કસરત કરો છો ત્યારે આ પી.જી.સી.૧ આલ્ફાનું પ્રમાણ શરીરના સ્નાયુમાં વધે છે.
૩. તમને ગમતી એરોબીકકસરત નિયમિત ૩૦ થી ૪૦ મિનિટ કરો તો ફક્ત ૧૫ દિવસમાં આ હોર્મોનનું પ્રમાણ વધવા માંડે છે.
૪. એરોબીક કસરત એને કહેવાય જેમાં (એ) તમારા હૃદયના ધબકારા વધે (બી) તમારા ફેફસાને વધારે ફૂલવું પડે અને સંકોચાવું પડે - આ બન્ને પ્રકારની ક્રિયાથી થોડા વખતમાં તમારા હૃદયની લોહી ફેંકવાની શક્તિ વધે અને લોહીનું ભ્રમણ ઝડપથી થાય. આ જ રીતે તમારા ફેફસાની ઓક્સીજન ગ્રહણ કરવાની શક્તિ પણ વધે અને પરિણામે તમારા શરીરનાં બધાં જ અંગોના અસંખ્ય કોષોને પોતાને જરૂર પૂરતું લોહી મળી રહે. કારણ કે હૃદય અને ફેફસાની શક્તિ વધવાથી તમારા શરીરની લોહીની નળીઓની ક્ષમતા વધે એટલું જ નહીં પણ તેમાં લોહીમાં ફરતી ચરબીના ખરાબ તત્વો જેવા કે એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલના તત્વો લોહીની નળીઓની અંદરની દિવાલ ઉપર જામશે નહીં અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહેશે નહીં. ડૉ. બુ્રસે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નવો એક્સરસાઈઝ હોર્મોન ફક્ત એરોબીક કસરતથી જ ઉત્પન્ન થાય છે.

ચરબી વિશેની થોડી વાત પણ જાણી લો.

જન્મ વખતે બાળકના શરીરમાં ચરબીનું પ્રમાણ ૭૦ થી ૮૦ ટકા હોય છે. આનું કારણ જન્મ્યા પહેલા બાળકને માતાના શરીરમાંથી પોષણ મળતું હોય છે. જન્મ્યા પછી બાળક માતાના દૂધમાંથી પોષણ મેળવે છે. આ પોષણથી તેના શરીરના અંગોની વૃદ્ધિ થાય છે. નાનું બાળક એટલે જ ચરબીથી ભરેલું લાગે છે.

૨. આ ચરબી બે પ્રકારની હોય છે. તેના બ્રાઉન ફેટ અને વ્હાઈટ ફેટ નામ છે.
૩. શરીરની બહારના ભાગ સ્નાયુ, સાંધા, પેટ, છાતી, નિતંબ, પગના સાથળ, પગની પીંડી, બાવડાના સ્નાયુ, હાથના સ્નાયુ, બરડાના સ્નાયુ - ટુંકમાં શરીરના બહારના બધા ભાગ ઉપર ચરબી હોય છે જે કુતરતે શરીરના બહારના ભાગને ઇજાથી રક્ષણ કરવા અને શરીરને સુડોળ રાખવા રાખેલ છે. આ બધી ચરબી બ્રાઉન ફેટકહેવાય છે.
૪. જ્યારે જ્યારે તમે શરીરની જરૂરી કેલરી (પુરૂષ-૨૦૦૦ કેલરી, સ્ત્રી ૧૮૦૦ કેલરી)થી વધારે કેલરીવાળો ખોરાક (એટલે કે વધારે ઘી-તેલવાળો અને વધારે ખાંડવાળો ગળ્યો ખોરાક) ખાઓ ત્યારે આ વધારાની ચરબીનું શરીર ૯૦ ટકા બ્રાઉન ફેટમાં અને ૧૦ ટકા વ્હાઈટ ફેટમાં રૂપાંતર કરે.
૫. બ્રાઉન ફેટ શરીરના બહારના ભાગમાં જ્યાં જગા હોય ત્યાં ઉપર જણાવેલા બધા જ ભાગ ઉપર જમા થાય. જ્યારે વ્હાઈટ ફેટ શરીરના અંદરના ભાગ ખાસ કરીને પેટના અંદરના અવયવો હોજરી-લીવર-કીડની-આંતરડા-પેન્ક્રીઆસ-બરોળ ઉપર જમા થાય છે. આ ચરબીને વાઈસેરલ ફેટપણ કહે છે. બહારની ઇજાથી શરીરનું રક્ષણ કરવા આ ચરબી જરૂરી છે.
૬. જ્યારે કસરત કરો છો ત્યારે બ્રાઉન ફેટનું રૂપાંતર શક્તિમાં થાય છે અને ધીરે ધીરે શરીરના બહારના ભાગમાં રહેલી ચરબી ઓછી થાય છે. એટલે પેટ ઉપરની, નિતંબ ઉપરની, છાતી ઉપરની અને સાથળ ઉપરની ચરબી ઓછી થાય ચે.
૭. આ કસરતની અસર વ્હાઈટ ફેટ ઉપર એટલે કે વાઈસેરલ ફેટ અથવા શરીરના અંગોના રક્ષણ માટે રહેલી પેટની અંદરની ચરબી ઉપર થતી નથી. આ વાત ખાસ યાદ રાખશો કે ગમે તેટલી વધારે કસરત પણ વ્હાઈટ ફેટ ઓગાળી શકતી નથી.

ડૉ. બુ્રસે શોધી કાઢેલા ચોથા હોર્મોન પીજીસી-૧ આલ્ફાની વાત જાણો...

        જ્યારે તમે નિયમિત એરોબીક કસરતએટલે કે સતત ૩૦ થી ૪૦ મિનિટ ચાલવું, દોડવું, સાઈકલ ચલાવવી, તરવું, દાદર ચડવો-ઉતરવો, હલેસાં મારવા, ટ્રેડમીલ કે વોકર ઉપર ચાલવું, સ્ટેશનરી સાઈકલ ચલાવો ત્યારે તમારા શરીરના ખાસ કરીને મોટા સ્નાયુમાં આ નવો હોર્મોન પીજીસી-૧ આલ્ફા થોડા જ સમયમાં ખુબ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને ખુબ ઘ્યાનથી વાંચશો કે આ નવો એક્સરસાઈઝ હોર્મોન પીજીસી-૧ આલ્ફા શરીરમાં અંદર રહેલી વ્હાઈટ ફેટને બ્રાઉન ફેટ બનાવે છે અને આગળ જણાવ્યું તે પ્રમાણે આ વ્હાઈટ ફેટ (વાઈસેરલ ફેટ) જે કસરતથી ઓછી થતી નથી તે પણ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. કારણ તેનું બ્રાઉનફેટમાં રૂપાંતર થયું છે. આટલું જણાવ્યા પછી મારે એટલું જ કહેવાનું છે કે તમે કસરત કરવાના ફાયદામાં આગળ જણાવેલા ૧૪ ફાયદામાં આ પંદરમો ફાયદો એટલે કે આ નવો એકસરસાઈઝ હોર્મોન તમારા પેટની અંદર રહેલી ચરબી વ્હાઈટ ફેટને બ્રાઉન કરીને તેને ઓગાળી નાખીને તમારા શરીરને સ્વસ્થ-સુદ્રઢ-સુડોળ અને ખુબ ચેતનવંતુ બનાવે છે.
         
 તો પછી તમે પણ આજથી નિયમિત કસરત કરવા માંડો અને શરીરને તંદુરસ્ત બનાવો.  

સોર્સ:ઇન્ટરનેટ ડૉ. દિલિપ મોદી 

No comments:

Post a Comment