Showing posts with label ગુજરાતી-આરોગ્ય. Show all posts
Showing posts with label ગુજરાતી-આરોગ્ય. Show all posts

Sunday, April 15, 2012

બદામથી બ્લડ સુગર કન્ટ્રોલ થઇ શકશે



જો તમે ડાયાબીટિસથી હેરાન હોવ તો તમારા માટે આ ફ્રેશ સમાચાર રાહત અને ખુશીનું કારણ લઇને આવ્યું છે,
આ ખુશખબર છે દરરોજ પોતાના નાસ્તામાં બદામથી તમારો બ્લડ સુગર કન્ટ્રોલ થઇ શકશે.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેડિસિન તથા પેનસિલ્વેનિયા યુનિવર્સિટીના શોધ કર્તાઓના મત પ્રમાણે બદામ ખાવાથી હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે એ સાથે ઇન્સ્યુલિનને પણ સક્રિય કરે છે. આનાથી બ્લડ સુગરનું સ્તર કન્ટ્રોલમાં રહે છે.

એક મુઠ્ઠી બદામમાં 164 કેલરી અને 7 ગ્રામ પ્રોટીન મળે છે. ભારતમાં આ બીમારીથી હેરાન પરેશાન લોકોની સંખ્યા જ્યારે વધતી જાય છે. ત્યારે માત્ર ભારત દેશમાં જ 5 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડાય છે.
બદામ ડાયાબીટિસમાં ફાયદાકારક છે, આ વાત ભલે ને હમણાંની શોધથી માલુમ પડ્યુ હોય પરંતુ તેના બીજા ઘણા ચમત્કારી ગુણોથી આપણા આયુર્વેદમાં તો પહેલા જ આપી દીધું છે. જેમ કે , નબળી યાદ શક્તિ, માનસિક તણાવ, સ્નાયુદૌબર્લ્ય, હાડકાની નબળાઇ, બૌદ્ધિક ક્ષમતાની ઉણપ.. વગેરે ઘણી અઘરી સમસ્યાઓમાં પણ બદામનો પ્રયોગ બહુ જ અકસીર અને લાભદાયી છે.

^^ ^^ ^^
Source: Internet

Wednesday, March 21, 2012

એક્સરસાઈઝ હોર્મોન




નિયમિત કસરત કરવાનું એક નવું કારણ
એક્સરસાઈઝ હોર્મોન

તમે નિયમિત કસરત કરો છો ત્યારે તમારા મગજમાંથી કુદરતે બનાવેલ મોરફીનનીકળે જેને એન્ડોકીનકહેવાય. આની અસર શરીર પર જબરજસ્ત થાય છે. કસરતને કારણે લાગેલો થાક અને દુખાવો ઘડીભરમાં અદ્રશ્ય થઈ જાય છે
એન્ડોર્ફીનનો પ્રતાપ તમે જો સ્ત્રી હશો તો પણ અનુભવ્યો હશે. ગર્ભવતી સ્ત્રીને બાળકનો જન્મ થાય ત્યારે જો આ હોર્મોન ના હોય તો તે વખતનો દુખાવો સહન કરવાની શક્તિ કોઈ પણ સ્ત્રીમાં હોઈ ના શકે. એક્સરસાઈઝ એટલે કે કસરત વિષે તમે આટલું તો જાણો છો

૧. દરેક વ્યક્તિએ - પુરૂષ હોય કે સ્ત્રી - કસરત તો કરવી જ જોઈએ.
૨. હાથ અને પગ હલાવવા એટલે કે ચાલવું એ કસરત ગણાય. આ જ રીતે ધીમી ગતિની દોડ (જોગીંગ), દોડવું, તરવું, દાદર ચડવો-ઉતરવો, ટ્રેડ મીલ પર ચાલવું, સાઈકલ ચલાવવી, ટોઈંગ (હલેસા મારવા) અને બધી જ મેદાની રમતો હોકી-ફૂટબોલ-વોલીબોલ-ક્રિકેટ વગેરે પણ કસરત ગણાય. કારણ આ બધામાં હાથ પગ હલાવવા પડે.
૩. હાથપગ હલાવવા એટલે કસરત કરો ત્યારે હાથના, પગના અને શરીરના સ્નાયુ અને સાંધાને શક્તિ જોઈએ.
૪. શક્તિ લોહીમાંથી મળે જેમાં શક્તિ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ અને ઓક્સીજન હોય. ઓક્સીજનને લીધે કાર્બોહાઈડ્રેટનું દહન થાય અને શક્તિ ઉત્પન્ન થાય.
૫. સ્નાયુ અને સાંધાને સતત લોહી પહોંચાડવાનું કામ હૃદય કરે અને લોહીને ચોખ્ખું કરવાનું કામ ફેફસા કરે એટલે કે શરીરમાં ભેગો થયેલો કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢી નાખી હવામાં રહેલો ઓક્સીજન લેવાનું કામ ફેફસા કરે.
૬. ઉપર જણાવેલી કોઈપણ કસરત સતત ૩૦ મીનીટ અટક્યા વગર નિયમિત કરવાથી ફક્ત એક માસમાં તમારા શરીરના અંગેઅંગના કોષને ચોખ્ખું લોહી પહોંચાડી તેમને રોગરહિત તંદુરસ્ત રાખવાનું કામ તમારું હૃદય અને ફેફસાં સરસ રીતે કરી શકે છે એટલે કે કસરતને કારણે:

૧. હાર્ટએટેકનો ડર નથી રહેતો.
૨. બીપી થવાની શક્યતા નથી રહેતી.
૩. ડાયાબીટીસ ટાઈપ-૨ (મોટી ઉંમરે થનારો ડાયાબીટીસ) થશે નહીં.
૪. યાદશક્તિ અકબંધ રહેશે.
૫. પાચનક્રિયા સારી રીતે થશે.
૬. વધારાની કેલરી બળી જવાથી વજન નહી વધે.
૭. ચામડી ચુસ્ત રહેશે, કરચલી નહીં પડે.
૮. શરીર સુડોળ અને સુદ્રઢ બનશે.
૯. ઇમ્યુનીટી વધશે એટલે નાની મોટી ચેપી જંતુથી થનારી બિમારીઓ થશે નહીં.
૧૦. સ્ત્રીઓને મેનોપોઝના પ્રોબ્લેમ નહી થાય.
૧૧ ખોરાકમાં લીધેલા બધા જ તત્વોનું એબ્સોર્પ્શન સારી રીતે થશે. એટલે શરીર શક્તિમાન બનશે. કસરતના ફાયદા અગણ્ય છે પણ અગત્યનો ફાયદો
૧૨. તમારું મન તણાવમુક્ત થશે. તમારી માનસિકતા જે નકારાત્મક છે તેમાં ધરખમ ફેરફાર થશે.
૧૩. એટીટ્યુડ પોઝીટીવ થશે અને
૧૪. આજ સુધી દુઃખ અને દર્દની લાગણી અને મૃત્યુના વિચારોથી તમારું મન ઘેરાઈ ગયું હતું તે ખુબ પ્રફૂલ્લિત થઈ જશે. આ ચમત્કાર તમે ફક્ત ૧૫ થી ૨૦ દિવસની કસરતથી અનુભવશો.

આ બઘું થવાનું કારણ કસરતથી તમારા મગજમાં નીકળતા કસરતના હોર્મોન છે. આને તમે એન્ડોજીનીયસ મોર્ફીનપણ કહી શકો. એન્ડોર્ફીન આમ જુઓ તો એન્ડોજીનીઅસ મોર્ફીનએટલે કે મોર્ફીન જેવો પદાર્થ જે શરીરમાં ઉત્પન્ન થાય છે. તમને ખબર તો હશે જ કે જ્યારે શરીરનો દુખાવો સહન ના થાય તેવો હોય ત્યારે છેલ્લા ઉપાય તરીકે ડોક્ટરો દવાની ફેક્ટરીમાં બનાવેલ મોરફીનનું ઇન્જેક્શન આપે છે. તમને નવાઈ લાગશે કે જ્યારે તમને આવું ઇન્જેક્શન આપે ત્યારે દુખાવો તો જતો રહે છે પણ દર્દીને એક પ્રકારનો ન સમજાય તેવો આનંદ (યુફોરીયા) થાય છે. કુદરતે કેવી કમાલ કરી છે કે જ્યારે તમે નિયમિત કસરત કરો છો ત્યારે તમારા મગજમાંથી કુદરતે બનાવેલ મોરફીનનીકળે જેને એન્ડોકીનકહેવાય. દવા તરીકે વપરાતા મોરફીન કરતાં આ શરીરમાં બનેલું (એન્ડોજીનસ) મોરફીન અથવા એન્ડોફીન ૨૦૦ થી ૨૫૦ ગણું તાકાતવાળું છે. આની અસર શરીર પર જબરજસ્ત થાય છે. કસરતને કારણે લાગેલો થાક અને દુખાવો ઘડીભરમાં અદ્રશ્ય થઈ જાય છે. આ ઉપરાંત તમારા મનને ખૂબ સારું લાગશે. કદાચ આ એન્ડોફીનની અસરને કારણે જ્યારે વર્ષો પહેલાં રનીંગકરતા હતા ત્યારે એકવાર મને પગની પાનીના હાડકાનું ફ્રેક્ચર જેને મેડીકલ ભાષામાં માર્ચ ફ્રેક્ચરકહેવાય તેનો અનુભવ મને થયો. ૨૧ કિલોમીટર દોડીને આવ્યા પછી જ્યારે સોજો આવ્યો અને દુખાવો વઘ્યો ત્યારે મને ખબર પડી. આ એન્ડોર્ફીનનો પ્રતાપ. તે વખતે પણ મનની સ્થિતિ એટલી સારી હતી કે આ પરિસ્થિતિ પણ કામચલાઉ છે અને મટી જશે અને ખરેખર એવું જ થયું કે બે દિવસના આરામ પછી બધી રીતે આરામ થઈ ગયો. એન્ડોર્ફીનનો પ્રતાપ તમે જો સ્ત્રી હશો તો પણ અનુભવ્યો હશે. ગર્ભવતી સ્ત્રીને બાળકનો જન્મ થાય ત્યારે જો આ હોર્મોન ના હોય તો તે વખતનો દુખાવો સહન કરવાની શક્તિ કોઈ પણ સ્ત્રીમાં હોઈ ના શકે.

જ્યારે તમે નિયમિત કસરત કરો છો ત્યારે નોરએપીનેફ્રીન અને સેટોટીનીન નામના બે કેમીકલ્સ અથવા ન્યુરોટ્રાન્સમીટર્સ પણ તમારા મગજમાંથી નીકળે છે. આને કેટલાક સાયન્ટીસ્ટ હોર્મોનપણ કહે છે. જેઓ સંતોષી અને આનંદી (સ્વભાવે) હોય છે તેવી વ્યક્તિઓમાં આ બન્ને હોર્મોનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે સ્વભાવે નિરાશાવાદી અને ડીપ્રેશનમાં હોય તેવી વ્યક્તિઓમાં આ હોર્મોનનું પ્રમાણ ઓછું હોય છે એવું પ્રયોગોથી નક્કી થયું છે. જ્યારે તમે કસરત કરો છો ત્યારે આ બન્ને હોર્મોનનું બેલેન્સ જળવાઈ રહે છે. સેરોટીનીનનું પ્રમાણ ઓછું હોય તો તમને પૂરી ઊંઘ ના આવે. નોરએપીનેફ્રીનનું પ્રમાણ ઓછું હોય તો ભૂખ ના લાગે. જાતીય શક્તિ ઓછી થઈ જાય.

એક વધારાની વસ્તુ પણ જાણવા જેવી છે. કસરત કરો ત્યારે પરસેવો થાય. આ પરસેવામાં થોડું મીઠું પણ શરીરની બહાર નીકળી જાય. આ વખતે પણ તમારા મનમાં આનંદ અને સંતોષનો ભાવ આવે. તમને ગમે કે ના ગમે પણ હું તમને આગળ બતાવેલા કસરતના ફાયદા ઉપરાંત કસરતથી આ ત્રણ હોર્મોન:

૧. એન્ડોફ્રીન
૨ નોરએપીનેફ્રીન
૩ સેરોટીનીન ઉત્પન્ન થાય છે જેને કારણે તમારા મનમાંથી દુઃખનો ભાવ જતો રહે છે. ઉંઘ બરોબર આવે છે. મન આનંદમાં રહે છે અને જાતીય શક્તિ જળવાઈ રહે છે.

હવે જેની હમણાં જ શોધ થઈ છે તે ચોથા હોર્મોનની વાત પણ કરી લઈએ. આ ચોથા હોર્મોનનું નામ છે પીજીસી-૧ આલ્ફાજે નવો હોર્મોન છે. અમેરિકા સ્થિત હાર્વર્ડ મેડીકલ સ્કુલના વૈજ્ઞાનિકોએ આ નવા હોર્મોનની શોધ કરી છે. નેચરનામના મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા એક લેખ પ્રમાણે જેમ જેમ તમે નિયમિત કસરત કરતા જાઓ અને તેમાં ખરા દિલથી રસ લેતા થાઓ ત્યારે ફક્ત ૧૫ દિવસના ગાળામાં આ હોર્મોન નીકળવાની શરૂઆત થાય છે. આ હોર્મોન વિષે થોડી વધારે વાતો જાણીએ.

૧. પી.જી.સી.-૧ આલ્ફાહોર્મોનની શોધ ડૉ. બુ્રનસ સ્પિગલમેને કરી ચે. આ ડોક્ટર ડાના-ફેર્બર કેન્સર ઇન્સ્ટીટયુટ અને હાર્વર્ડ મેડીકલ સ્કુલના વિદ્વાન પ્રોફેસર છે.
૨. પ્રયોગોથી તેમણે શોધી કાઢ્‌યું કે જ્યારે તમે કસરત કરો છો ત્યારે આ પી.જી.સી.૧ આલ્ફાનું પ્રમાણ શરીરના સ્નાયુમાં વધે છે.
૩. તમને ગમતી એરોબીકકસરત નિયમિત ૩૦ થી ૪૦ મિનિટ કરો તો ફક્ત ૧૫ દિવસમાં આ હોર્મોનનું પ્રમાણ વધવા માંડે છે.
૪. એરોબીક કસરત એને કહેવાય જેમાં (એ) તમારા હૃદયના ધબકારા વધે (બી) તમારા ફેફસાને વધારે ફૂલવું પડે અને સંકોચાવું પડે - આ બન્ને પ્રકારની ક્રિયાથી થોડા વખતમાં તમારા હૃદયની લોહી ફેંકવાની શક્તિ વધે અને લોહીનું ભ્રમણ ઝડપથી થાય. આ જ રીતે તમારા ફેફસાની ઓક્સીજન ગ્રહણ કરવાની શક્તિ પણ વધે અને પરિણામે તમારા શરીરનાં બધાં જ અંગોના અસંખ્ય કોષોને પોતાને જરૂર પૂરતું લોહી મળી રહે. કારણ કે હૃદય અને ફેફસાની શક્તિ વધવાથી તમારા શરીરની લોહીની નળીઓની ક્ષમતા વધે એટલું જ નહીં પણ તેમાં લોહીમાં ફરતી ચરબીના ખરાબ તત્વો જેવા કે એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલના તત્વો લોહીની નળીઓની અંદરની દિવાલ ઉપર જામશે નહીં અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહેશે નહીં. ડૉ. બુ્રસે ભારપૂર્વક જણાવ્યું છે કે આ નવો એક્સરસાઈઝ હોર્મોન ફક્ત એરોબીક કસરતથી જ ઉત્પન્ન થાય છે.

ચરબી વિશેની થોડી વાત પણ જાણી લો.

જન્મ વખતે બાળકના શરીરમાં ચરબીનું પ્રમાણ ૭૦ થી ૮૦ ટકા હોય છે. આનું કારણ જન્મ્યા પહેલા બાળકને માતાના શરીરમાંથી પોષણ મળતું હોય છે. જન્મ્યા પછી બાળક માતાના દૂધમાંથી પોષણ મેળવે છે. આ પોષણથી તેના શરીરના અંગોની વૃદ્ધિ થાય છે. નાનું બાળક એટલે જ ચરબીથી ભરેલું લાગે છે.

૨. આ ચરબી બે પ્રકારની હોય છે. તેના બ્રાઉન ફેટ અને વ્હાઈટ ફેટ નામ છે.
૩. શરીરની બહારના ભાગ સ્નાયુ, સાંધા, પેટ, છાતી, નિતંબ, પગના સાથળ, પગની પીંડી, બાવડાના સ્નાયુ, હાથના સ્નાયુ, બરડાના સ્નાયુ - ટુંકમાં શરીરના બહારના બધા ભાગ ઉપર ચરબી હોય છે જે કુતરતે શરીરના બહારના ભાગને ઇજાથી રક્ષણ કરવા અને શરીરને સુડોળ રાખવા રાખેલ છે. આ બધી ચરબી બ્રાઉન ફેટકહેવાય છે.
૪. જ્યારે જ્યારે તમે શરીરની જરૂરી કેલરી (પુરૂષ-૨૦૦૦ કેલરી, સ્ત્રી ૧૮૦૦ કેલરી)થી વધારે કેલરીવાળો ખોરાક (એટલે કે વધારે ઘી-તેલવાળો અને વધારે ખાંડવાળો ગળ્યો ખોરાક) ખાઓ ત્યારે આ વધારાની ચરબીનું શરીર ૯૦ ટકા બ્રાઉન ફેટમાં અને ૧૦ ટકા વ્હાઈટ ફેટમાં રૂપાંતર કરે.
૫. બ્રાઉન ફેટ શરીરના બહારના ભાગમાં જ્યાં જગા હોય ત્યાં ઉપર જણાવેલા બધા જ ભાગ ઉપર જમા થાય. જ્યારે વ્હાઈટ ફેટ શરીરના અંદરના ભાગ ખાસ કરીને પેટના અંદરના અવયવો હોજરી-લીવર-કીડની-આંતરડા-પેન્ક્રીઆસ-બરોળ ઉપર જમા થાય છે. આ ચરબીને વાઈસેરલ ફેટપણ કહે છે. બહારની ઇજાથી શરીરનું રક્ષણ કરવા આ ચરબી જરૂરી છે.
૬. જ્યારે કસરત કરો છો ત્યારે બ્રાઉન ફેટનું રૂપાંતર શક્તિમાં થાય છે અને ધીરે ધીરે શરીરના બહારના ભાગમાં રહેલી ચરબી ઓછી થાય છે. એટલે પેટ ઉપરની, નિતંબ ઉપરની, છાતી ઉપરની અને સાથળ ઉપરની ચરબી ઓછી થાય ચે.
૭. આ કસરતની અસર વ્હાઈટ ફેટ ઉપર એટલે કે વાઈસેરલ ફેટ અથવા શરીરના અંગોના રક્ષણ માટે રહેલી પેટની અંદરની ચરબી ઉપર થતી નથી. આ વાત ખાસ યાદ રાખશો કે ગમે તેટલી વધારે કસરત પણ વ્હાઈટ ફેટ ઓગાળી શકતી નથી.

ડૉ. બુ્રસે શોધી કાઢેલા ચોથા હોર્મોન પીજીસી-૧ આલ્ફાની વાત જાણો...

        જ્યારે તમે નિયમિત એરોબીક કસરતએટલે કે સતત ૩૦ થી ૪૦ મિનિટ ચાલવું, દોડવું, સાઈકલ ચલાવવી, તરવું, દાદર ચડવો-ઉતરવો, હલેસાં મારવા, ટ્રેડમીલ કે વોકર ઉપર ચાલવું, સ્ટેશનરી સાઈકલ ચલાવો ત્યારે તમારા શરીરના ખાસ કરીને મોટા સ્નાયુમાં આ નવો હોર્મોન પીજીસી-૧ આલ્ફા થોડા જ સમયમાં ખુબ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને ખુબ ઘ્યાનથી વાંચશો કે આ નવો એક્સરસાઈઝ હોર્મોન પીજીસી-૧ આલ્ફા શરીરમાં અંદર રહેલી વ્હાઈટ ફેટને બ્રાઉન ફેટ બનાવે છે અને આગળ જણાવ્યું તે પ્રમાણે આ વ્હાઈટ ફેટ (વાઈસેરલ ફેટ) જે કસરતથી ઓછી થતી નથી તે પણ ધીરે ધીરે ઓછી થઈ જાય છે. કારણ તેનું બ્રાઉનફેટમાં રૂપાંતર થયું છે. આટલું જણાવ્યા પછી મારે એટલું જ કહેવાનું છે કે તમે કસરત કરવાના ફાયદામાં આગળ જણાવેલા ૧૪ ફાયદામાં આ પંદરમો ફાયદો એટલે કે આ નવો એકસરસાઈઝ હોર્મોન તમારા પેટની અંદર રહેલી ચરબી વ્હાઈટ ફેટને બ્રાઉન કરીને તેને ઓગાળી નાખીને તમારા શરીરને સ્વસ્થ-સુદ્રઢ-સુડોળ અને ખુબ ચેતનવંતુ બનાવે છે.
         
 તો પછી તમે પણ આજથી નિયમિત કસરત કરવા માંડો અને શરીરને તંદુરસ્ત બનાવો.  

સોર્સ:ઇન્ટરનેટ ડૉ. દિલિપ મોદી 

Sunday, March 18, 2012

૧૭ કંડિકાઓમાં આખુંય આરોગ્ય વિજ્ઞાન





અગાઉ કર્ણોપકર્ણ સંભળાતી અને અમલમાં મુકાતી આરોગ્યની ઘરગથ્થુ ચાવીઓ હવે ક્યાંક ખોવાઇ ગઇ છે. અત્યારના ફાસ્ટફૂડના જમાનામાં જો સ્વસ્થ રહેવું હશે તો તેને અમલમાં મૂક્યા વિના છુટકો નથી.

આપણે ત્યાં અનેક ભવ્ય પરંપરાઓ સ્થપાઈ છે. કોઈ કોઈ જગ્યાએ જળવાઈ પણ છે. આજે એવી એક પરંપરાની વાત અહીં મૂકવી છે. જેમ ભગવદ્ગીતાએ આધ્યાત્મિકતાનો સુંદર ગ્રંથ છે, તેમ આપણે ત્યાં કંઠોપકંઠ વહેતી રહેલી આરોગ્યગીતા પણ માણવાલાયક છે. આપણે ત્યાં એક સરસ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.આ કહેવતમાં શરીરને તંદુરસ્ત રાખવાની વાતને મહત્વ આપવામાં આવ્યું છે. શરીરના આરોગ્યની જાળવણી માટે કેટલીક વાતો ટૂંકી કવિતા કે પંક્તિરૂપે અને યાદ રહી જાય તે સ્વરૂપમાં રચવામાં આવતી અને તે દરેક જુની પેઢી તેની નવી પેઢીને આપ્યા કરતી.

આ પંક્તિઓમાં સ્વસ્થ રહેવાના ખૂબ સાદા નિયમો વણી લેવામાં આવતા. અને જો તેનું પાલન કરવામાં આવે તો બહુ જ સ્વભાવિક રીતે શરીર નરવું રહે તેમ અનુભવીઓ અધિકારપૂર્વક કહે છે. નાનપણમાં મારી બાપાસેથી આવી અનેક કંડિકાઓ સાંભળી છે. એટલી બધી વાર સાંભળી છે કે લગભગ કંઠસ્થ થઈ ગઈ છે. આ પંક્તિઓમાં આરોગ્ય અંગેની જે ધારદાર વાતો કરવામાં આવી છે તે અહીં યથાતથ મુકવી છે.

  1. મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કરતો માણસ ઉઠાડું માંદું.
  2. તાવ કહે તુરિયામાં વસું, ગલકા દેખી ખડખડ હસું, ખાય દહીં-મૂળો ને ખાટી છાશ તેને ઘેર મારો વાસ.
  3. લીમડા દાતણ જે કરે, નરણે હરડે ખાય,દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય.
  4. આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ.
  5. દૂધી કહે હું લાંબી લિસ્સી, દિલ મારું છે છાલ, સ્વાદ ને બળ લાવવા, નાખ ચણાની દાળ.
  6. મધ સ્વાદે મિષ્ટ પણ ખાવું નહીં ઘણું,વીસ ગ્રામ બાળકને અને પુખ્તવયનાને બમણું.
  7. ફૂદીનો સુંગધીદારને રુચિકર પણ ઘણો,કફનાશક ને વળી કામનાશક પણ ઘણો.
  8. વરિયાળી મુખવાસ કે ભૂખ જરા હળવાશ,કફનાશક ગરમ કોઠા મહી આશિષ સમી છે એ.
  9. કૂણી કૂણી કાકડી ને ભાદરવાની છાશ,તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.
  10. આંબલિમાં ગુણ એક છે, અવગુણ પૂરા વીસ,લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ.
  11. મરડો માઠો રોગ, ઘણી વેદના થાય,હરડે-સાકર ચૂર્ણની પાંચ ફાકીએ જાય.
  12. જંતુનાશક ફટકડી, રસનાયિક ગુણવાન,સ્વાદે તૂરી હોય છે, કમ દામ ને મૂલ્યવાન.
  13. બલિહારી તુજ બાજરી જીના લાંબાં પાન, પાંખું આવીયું, બુઢા થયા જવાન.
  14. રાતે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર,બલ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર.
  15. ચા-કોફી ને કોકો વહેલી પડાવે પોકો,ના સમજે તેને રોકો, જરૂર પડે તો ટોકો.
  16. પીળા રંગની રસોઈની હળદર,વાત-પિત્ત, કફ પર થાય દમદાર.
  17. ભોજન પહેલાં સદા પથ્ય આદુ લવણ-મિશ્રિત, લગાડે ભૂખ, રુચિ દે, દે કંઠ જીભે વિશુદ્ધતા.

ઉપરની ૧૭ કંડિકાઓમાં આખુંય આરોગ્ય વિજ્ઞાન સમાઈ જાય છે. હકીકતમાં તો આપણને આપણા રસોડામાં જે દાળ-કઠોળ ઉપલબ્ધ છે તેની ઉચ્ચ ગુણવત્તાની સાચી માહિતી જ નથી. નાનપણમાં બા બટેટાનું છાલવાળું શાક કરતી અને કહેતી કે બટેટું જે નુકસાન કરે તે તેની છાલ નિમૂgળ કરે.મગની ફોતરા વગરની દાળની ગુણવત્તાની તો શું વાત કરવી? આવી દાળનો એક વાટકો પીઓ તો એક ઈંડાંમાંથી જેટલી તાકાત મળે એટલી તાકાત આ દાળમાંથી મળે. દાંત માટે મીઠાનો ઉપયોગ એ રામબાણ ઉપાય છે. આધુનિક બ્રશ કરતાં લોકોને એક સૂચન કરવું છે. સવારે બ્રશને સહેજ ભીનું કરી તેના પર સૌપ્રથમ થોડું મીઠું ભભરાવીને તે પર પેસ્ટ લગાડ્યા પછી બ્રશ કરી જોજો. દાંતને વિશેષ ચળકાટ આપોઆપ મળશે અને મજબૂતી પણ પ્રાપ્ત થશે.

આપણું આરોગ્ય આપણા રસોડામાં અને આપણી આસપાસ જ વીંટળાઈને ઊભું છે, પણ આપણને તેની ખબર નથી. આ તમામ કંડિકાઓ પાસે એકવાર નિરાંતે ઊભા રહીને તેનું મનન કરવા જેવું છે. જો બરોબર સમજાય અને તેનો ઉપયોગ થાય તો જીવન માટે તે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

દા.ત. ઉપરની જ એક પંક્તિ મમળાવીએ. આંબલિમાં ગુણ એક છે, અવગુણ પુરા વીસ, લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પૂરા વીસ.લીંબુની એક વિશેષતા એ છે કે તે ખાટું હોવા છતાં ખટાશની એકપણ આડઅસર ધરાવતું નથી. દા.ત. એસીડિટીના દર્દી પણ જો લીંબુનું સેવન કરે તો તેને એસીડિટી ન થાય. આ ઉપરાંત ભૂખ પણ ખૂબ લગાડે. આપણી ખાણીપીણીની પરંપરા જાણે સાવ વટલાઈ ગઈ હોય તેવી સ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.

અત્યારે ખૂબ મળતા અને અતિશય ખવાતા પિત્ઝા, બર્ગર, મન્ચુરિયન, મેગી નૂડલ્સ, દાબેલી, વડાપાઉં જેવા અનેક ફાસ્ટફૂડને કારણે થતાં નુકસાનને જો ખાળવું હશે તો આપણી પરંપરાગત એવી આ આરોગ્યગીતાનો પ્રસાર અને પ્રચાર કરવો પડશે. નવી પેઢીને તેનું મહત્વ સમજાવવું પડશે. અગાઉના જમાનામાં પોતાનાં સંતાનો કે પતિ દૂધ ન ખાતા હોય તો ડાહી માતા અને પત્ની રોટલીનો લોટ પાણીને બદલે દૂધમાં બાંધતી અને એ રીતે દૂધ સંતાનોનાં પેટમાં જાય એવો પ્રયત્ન કરતી. આ સમજણ હવે પુન:જીવિત કરવા જેવી છે. તો જ નવી પેઢી તંદુરસ્ત બનશે.

Source: Internet

નિયમિત ચાલો અને ઘણું જીવો


પરમેશ્વરે મનુષ્ય જગતને ‘‘પગ’’ અને ‘‘હાથ’’ ચલાવવા અને દબાવવા આપી કમાલ કરી નાખી છે. જૂની કહેવત ‘‘ફરે તે ચરે અને બાંઘ્યો ભૂખે મરે-’’ આને અનુસરીને પણ દરેક વ્યક્તિ પુરૂષ હોય કે સ્ત્રી, ઉંમર નાની હોય કે મોટી ચાલવાની ક્રિયા વઘુ નહી તો ફક્ત ૪૦ મિનિટ કરવી જોઈએ. પહેલાના જમાનામાં રોજીંદા જીવનમાં ચાલવાનું હતું, કારણ આટલા વાહનો નહોતા. ઉઠવાનું-બેસવાનું પણ રોજની ક્રિયામાં આવતું હતું કારણ તે વખતે ઊભા રસોડા કે બાથરૂમમાં કોમોડ નહોતા. સોફાસેટ કે ડાઇનીંગ ટેબલને ખુરશી નહોતા. ઘરના પહેલે કે બીજે માળ જવું હોય તો દાદરો ચઢીને જવાતું હતું. લીફટ નહોતી. વસ્તી ઓછી-પ્રદૂષણ ઓછું. સ્પર્ધા ઓછી એટલે માનવીનું જીવન શાંતિ અને સુખમય હતું. મનમાં આનંદ અને ઉલ્લાસ હતો. ઈષ્ટદેવની પૂજા પ્રાર્થનામાં શ્રદ્ધા હતી અને જીવન પણ લાંબું હતું. તે વખતે રોજીંદા જીવનમાં ચાલવાનું હતું. અત્યારે તંદુરસ્ત રોગ રહિત રહેવા ચાલવું જોઈએ.

કેટલું ચાલવું જોઈએ ?

ધીરે ધીરે શરૂઆત કરી ૩૦ મિનિટ સતત ચાલવાની ક્રિયા જરૂરી છે. ચાલવાનું પૂરું થયા પછી હૃદયના ધબકારા ૧ મિનિટના ૧૨૦થી ૧૫૦ સુધી રાખવા જોઈએ. ૧૨૦થી ઓછા હોય તો ઇન્ટેન્સીટી (વેગ) વધારવી જોઈએ અને ૧૫૦થી ધબકારા વધારે હોય તો ઇન્ટેસીટી (વેગ) ઘટાડવી જોઈએ. ચાલવાનું શરૂ કરતા પહેલાં પાંચ મિનિટ વોર્મઅપ એટલે કે શરીર આગળ પાછળ વાળવું. એક જગાએ ઊભા રહી દોડવું (ડ્રીલ) કરવું જોઈએ. ચાલીને આવ્યા પછી પાંચ મિનિટ સ્ટ્રેચીંગ એટલે કે થોડાં આસનો કરવાં જરૂરી છે. ચાલવાની શરૂઆત વખતે અને અંતર પણ ધીમે ધીમે વધારવું જોઈએ. ૩૦ મિનિટમાં અઢીથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવાનું એટલે કે ૧૦ થી ૧૨ મિનિટમાં એક કિલોમીટર ઝડપ હોવી જોઈએ.

ચાલવાના કેટલા બધા ફાયદા છે !

૧. વજન ઓછું થશે
૪૦ મિનિટ ચાલવાથી ૩૦૦ કેલરીનું દહન થશે. એક મહિનાનું ૯૦૦૦ કેલરી જેટલું દહન થવાથી એક કિલોગ્રામ જેટલું વજન ઓછું થશે. ખાસ યાદ રાખો આ દરમ્યાન રોજની કેલરી ઇનટેક (ખોરાક) ૧૮૦૦ થી ૨૦૦૦ રાખવો જોઈએ.

૨. બી.પી. અને હાર્ટએટેકનો ડર જતો રહેશે
નિયમિત ચાલવાની ક્રિયાથી હૃદય ધીરે ધીરે ઓછી મહેનતે વધારે કામ કરતું એટલે કે થોડાંક જ વેગવંતા ધબકારાથી આખા શરીરના બધા જ અંગોને જરૂરી પૂરેપૂરું લોહી પહોંચાડશે. લોહી ઝડપથી ફરવાથી લોહીની નળીઓમાં કલોટ નહીં થાય એટલે બી.પી. કે હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઈ જશે.

૩. શરીરની શક્તિ (સ્ટેમીના) વધશે
નિયમિત ચાલવાથી પગના પીંડો અને સાથળના મોટા સ્નાયુ કદમાં વધશે હાથના બાવડાના અને પંજાના સ્નાયુ મજબૂત થશે. ચાલવાની ક્રિયા નિયમિત કરવાથી શક્તિ (સ્ટેમીના) વધશે. ચાલવામાં જોમ આવશે.

. ડાયાબીટીસ (ટાઇપ-૨ મોટી ઉંમરે થતો) કાબૂમાં આવશે.
તમે ચાલવા જાઓ એટલે શરીરના (પગના હાથના) સ્નાયુને શક્તિ જોઈએ ડાયાબીટીસના દર્દીને ખોરાકમાં લીધેલા વપરાયા વગરના કાર્બોહાઇડ્રેટ ઇન્સ્યુલનની કમીને કારણે લીવરમાં ડીપોઝીટ ના થાય અને પેશાબમાં નીકળી જાય તે કાર્બોહાઈડ્રેટ સ્નાયુને શક્તિ આપવામાં વપરાઈ જાય એટલે ડાયાબીટીસ ધીરે ધીરે બે થી ત્રણ માસમાં કાબૂમાં આવી જાય.

૫. કેન્સર થતું અટકાવે છે અને થયું હોય તો મટાડવામાં મદદ કરે છે
શિકાગો યુનિવર્સિટીમાં થએલા એક પ્રયોગ અનુસાર કેન્સર થએલા દર્દીઓ (૨૧૨ સ્ત્રી પુરૂષો ૪૦ થી ૬૦ વર્ષ)ને નિયમિત ચાલવાના પ્રયોગથી (બીજી સારવાર સાથે) ૭૬ ટકા જેટલો ફાયદો થયો હતો. બીજા એક પ્રયોગમાં ૬૧૦ વોલંટીયરોને ૭ વર્ષ સુધી ચાલવાની ક્રિયા કરવાથી કેન્સર સામે રક્ષણ મળ્યું. ચાલવાથી તમારા ફેફસા વધારે કાર્યરત બને, શરીરમાં ઓક્સિજન વધારે જાય જે શ્રીષ્ણ એન્ટીઓકસીડંટ છે એટલે કેન્સર ના થાય.

૬. હાડકાં મજબૂત બને છે
તડકામાં ચાલવાથી શરીરમાં વિટામિન-ડી બને છે, જે કેલ્શ્યમને ડીપોઝીટ કરે છે. ચાલવાથી સાંધા અને સ્નાયુ ખેંચાવાથી શરીરમાં લીધેલું કેલ્શ્યમ હાડકા ઉપર જામે છે અને આ બન્ને કારણથી હાડકા મજબૂત બને છે.

૭. દોડવા કરતાં ચાલવું સારું
દોડવામાં પગની ધુંટી અને ધુંટણના સાંધાની વચ્ચે રહેલા કાર્ટીલેજ ઉપર ઘસારો પહોંચે છે અને લાંબે ગાળે બન્ને સાંધા ખરાબ થઈ જાય છે. સારા બુટ પહેરી ચાલવાથી આ ભય રહેતો નથી.

૮. ખાસ ખર્ચ નથી
સારા ચાલવાના બુટની જરૂર છે. પછી તમે ઘરમાં ચાલો, બહાર ચાલો, ગાર્ડનમાં ચાલો, ટ્રેડમીલ કે વોકર પર ચાલો, લાંબી પરસાળમાં ચાલો કે અગાસીમાં પણ નિયમિત ચાલો. ફાયદા જ છે.

૯. કોઈ પણ રીતે ચાલવું જરૂરી છે
નાના મોટા-સ્ત્રી પુરુષ સૌને ફાયદો જ થવાનો છે.
૨૦ મિનિટથી શરૂ કરો. કંટાળો નહીં. જરૂર લાગે તો આઇપોડ રાખીને ગીતો સાંભળતાં સાંભળતાં ચાલો.

૧૦ ખૂબ માનસિક શાંતિ મળશે
ગાર્ડનમાં ચાલવાથી ખુલ્લી દવાનો લાભ મળે. ફુવારા જોવા મળે. સુંદર ફુલો દેખાય, પક્ષીઓના કલશોર સંભળાય. અનેક લોકો મળે. મનને શાંતિ મળે. શરીરના બધા જ અંગોને ખાસ કરીને મગજને પૂરતું લોહી મળવાથી તમારી યાદ શક્તિ વધે છે સ્ટ્રેસ ઓછો થાય છે.

૧૧. કોલેસ્ટ્રોલ ઘટે છે
નિયમિત ચાલવાના કાર્યક્રમથી તમારા લોહીમાં કુલ કોલેસ્ટ્રોલ ઘટે છે. એચ.ડી.એલ. વધે છે. ટ્રાઈગ્લીસરાઈડઝ અને એલ.ડી.એલ. ઘટે છે. હાર્ટએટેકનો ડર રહેતો નથી.

૧૨. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે
ચાલવાના કાર્યક્રમથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તેથી ચેપી રોગોથી તમારો બચાવ થાય છે.
Source : Internet મુકુન્દ મહેતા  (ગુજરાત સમાચાર)

Wednesday, March 7, 2012

આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક





આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક

1] दिनान्ते च पिबेद् दुग्धं, निशान्ते च जलं पिबेत् |
भोजनान्ते पिबेत् तक्रं, किं वैधस्य प्रयोजनम्  ||

"દિવસના અંતે દૂધ પીએ, રાત્રીના અંતે જળ પીએ, અને જમ્યા બાદ છાશ પીએ એને વૈધની શી જરૂર?"

2] द्वौ भागौ पूरयदन्नैस्तृतीयं तु जलेन च |
वायु संचारणार्थाय  चतुर्थमवशेषयेत ||

"પેટના બે ભાગ અન્ન વડે પૂરવા, ત્રીજો ભાગ પાણી વડે પૂરવો અને ચોથો ભાગ પવનની ગતિ માટે ખાલી રહેવા દેવો."

3] अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बल प्रदम् |
भोजनार्धेडमृतम्  वारि, भोजनान्ते विषं जलम् ||

"અજીર્ણમાં પાણી ઔષધ સમાન છે. અન્ન પચ્યા પછી પાણી બળદાયક છે. ભોજનની વચમાં પાણી અમૃત સમાન છે અને ભોજનને અંતે પાણી વિષ સમાન છે."

++ ++ ++

Monday, March 5, 2012

SAFE USE OF HONEY - મધ નો ઉપયોગ માં સાવધાની




SAFE USE OF HONEY
http://images.bhaskar.com/web2images/www.divyabhaskar.co.in/2012/03/01/images/honey_f.jpg
'અમૃતજેવા મધનો ખોટો ઉપયોગશરીરમાટે 'ઝેરબની જશે મધને આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે.રોજ સાચી રીતે લીધેલ મધ હેલ્થ માટે સારું છે પણ મધના ઉપયોગના માત્ર ફાયદાઓ જ નહીં પણ નુકસાન પણ થઇ શકે છે. આ માટે જ્યારે પણ મધનો ઉપયોગ કરો આવે તો આટલું ધ્યાન જરૂર રાખો. 

ચાકૉફીમાં મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. મધની સાથે તેનું સેવન ઝેર સમાન કામ કરે છે.

જામફળશેરડીદ્રાક્ષખાટા ફળોની સાથે મધ લેવું ઉત્તમ અમૃત છે.

શરીર માટે આવશ્યક લોહગંધકમેગ્નીઝપોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો મધમાં હોય છે.

એક મોટા ચમચી મધમાં 75 ગ્રામ કેલેરી શક્તિ હોય છે.

કોઇ રીતે તમને મધ સુટ ના કરે કે તેને ખાઇને કોઇપણ પ્રકારની મુશ્કેલી અનુભવી રહ્યા હો તો એક લીંબુ ચુસી લો. તેની અસર ઘટી જશે.

મધને ક્યારેય ગરમ કરી ઉપયોગ ન કરો. પાણી ગરમ કરી તેમાં મધ ઉમેરો પણ મધને ગેસ પર મુકશો નહીં. 

માંસમાછલીની સાથે મધનું સેવન ઝેર સમાન છે.

મધમાં પાણી કે દૂધની બરાબર માત્રા પણ હાનિકારક છે.

ખાંડની સાથે મધ ભેળવવું એ અમૃતમાં ઝેર ભેળવવા સમાન છે.

ઠંડીમાં મધને નવશેકા દૂધ કે પાણીમાં લેવું જોઇએ.
* એક સાથે વધારે માત્રામાં મધ ના લો. આમ કરવું નુકસાનકારક હોય છે. મધ દિવસમાં બે કે ત્રણ વાર એક ચમચી લો.
* ઘીતેલમાખણમાં મધનો ઉપયોગ વિષ સમાન છે.

## ## # 
Source: Internet  સાભાર: દિનેશ વોરા 

Friday, February 17, 2012

કબજિયાત




કબજિયાત

કબજિયાતને દૂર કરવાના કેટલાંક આધારભૂત નિયમો વાચકોને ઉપયોગી થશે એમ સમજીને તેનું અહીં નિરૂપણ કરું છું.


* રોજ રાત્રે દોઢ-બે ગ્લાસ પાણી જમ્યા પછી પીવું તથા રાત્રે એક ગ્લાસ નવશેકું દૂધ સૂતી વખતે પીવું.
* સવારે નરણા કોઠે બ્રશ કે દાતણ કર્યા પછી એકથી દોઢ ગ્લાસ તાજું પાણી પીવું.
* સવારે અને સાંજે એકાદ કીલોમીટર પગપાળા ફરવું.
* આહારમાંથી તીખી, તળેલી અને રુક્ષ ચીજો બંધ કરવી. ચણાની ચીજો, વધારેપડતું મરચું, અથાણાં, પાપડ તથા મેંદા જેવી ગરિષ્ટ ચીજોનો ઉપયોગ કરવો નહીં.
* આહારમાં લીલા શાકભાજી, કાચું કચુંબર - ગ્રીન સલાડ, ઋતુ પ્રમાણેનાં ફળો અને દૂધનો વધારે ઉપયોગ કરો.
* આહાર લીધા પછી બે કલાકે તાજી છાશ, ફળોનો રસ કે શરબત પીવું.
* આહાર સાથે દહીંના ઉપયોગથી કબજિયાતની જૂની કડીઓ તૂટી જાય છે.
* ભૂખ પ્રમાણે નિયમિત આહાર લેવો અને ટેન્શનથી બચવું.
* ખાલી પેટે હળવો વ્યાયામ કરવો.

આપણને થતા પેટના દુખાવામાં મોટા ભાગે તેનું મૂળ કારણ કબજિયાતની તકલીફ હોય છે. અમારે ત્યાં આવતા દર્દીઓમાં મુખ્યરૂપે કબજિયાતથી થતો પેટનો દુખાવો વિશેષ જોવા મળે છે.
હવે તો એવુ પણ કહેવાય છે કે હાર્ટ એટેક ઉત્પન્ન કરતાં જે કારણો છે તેમાં કબજિયાત અને તેનાથી ઉત્પન્ન થતા ઉર્ધ્વ વાયુની પણ ગણતરી થાય છે. જ્યારે આયુર્વેદના હજારો વર્ષ પૂર્વે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે અવરુદ્ધ થયેલો ‘અપાન’ વાયુ ઉર્ધ્વ ગતિ કરીને હૃદયને ભીંસે છે. આ ઉપરથી કહી શકાય કે હૃદયરોગ ઉત્પન્ન કરતાં જે અનેક મૂળભૂત કારણો છે તેમાં ‘કબજિયાત’નો પણ સમાવેશ થાય છે. આવી કબજિયાત માટે આપણે કઈ રીતે બેદરકાર રહી શકીએ?
કબજિયાતના દર્દીઓમાં કબજિયાતને ઉત્પન્ન કરતાં મૂળભૂત કારણો પણ ભિન્ન ભિન્ન હોય છે અને કબજિયાતને અનેક રોગોનું મૂળ કહેવાયું છે. એ વિશે બે મત નથી. એટલા માટે કબજિયાતની સાધારણ તકલીફ હોય તેમણે બેધ્યાન ન બનવું જોઈએ.

કબજિયાતમાં મળ પ્રવૃત્તિ સમ્યગ્ રીતે થતી નથી. મળ શુષ્ક અવસ્થામાં અનિયમિત અને અલ્પ માત્રામાં પ્રવૃત્ત થાય છે. આ કબજિયાતનું સૌથી મોટું કારણ આહારની અનિયમિતતા અને પરિશ્રમ વગરનું બેઠાડું જીવન ગણાવાય છે. આ કારણોને લીધે આંતરડાંની સ્થિતિ સ્થાપકતામાં શિથિલતા ઉત્પન્ન થવાથી તેમાં વાયુનો પ્રકોપ થાય છે. પ્રકૃપિત થયેલો આ અપાનવાયુ આંતરડાંમાં રહેલા મળના દ્વાંશને સૂકવી નાંખે છે. જેથી મળ શુષ્ક બનતા કબજિયાત ઉત્પન્ન થાય છે. એટલા માટે કબજિયાતના આયુર્વેદીય ઉપચારમાં ‘વાયુ’ને ધ્યાનમાં રાખવામાં આવે છે.

આંતરડાંની શિથિલતા ઉત્પન્ન કરવામાં દૈનિક આહારવિહારની અનિયમિતતા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આહારવિહારની અનિયમિતતા જ કબજિયાતનું સૌથી મુખ્ય કારણ છે. જે આજકાલના દર્દીઓમાં જોવા મળે છે. ત્રણે પાળીમાં સર્વિસ કરતા, બહાર ગામ દોડાદોડી કરતા મેડિકલ રિપ્રેઝન્ટેટિવો, દલાલો, કમિશન, એજન્ટો, કોન્ટ્રાક્ટરો વગેરેમાં કબજિયાત વિશેષ જોવા મળે છે.
કેટલીક વખત શોક, ચિંતા, ભય, ઉદ્વેગ, ઈર્ષા, જેવાં માનસિક કારણોથી પણ કબજિયાત ઉત્પન્ન થાય છે. ઉપવાસ, ઉજાગરા, એકટાણાં સતત કરવામાં આવે તોપણ કબજિયાત ઉત્પન્ન થાય છે. કબજિયાતના દર્દીઓમાં જ્યારે આવાં કારણો જોવા મળે ત્યારે તેના તરફ પણ લક્ષ આપીને ઉચિત ઉપચાર કરવો જોઈએ.

સામાન્ય રીતે મળ હલકા પીળા રંગનો અને નરમ પણ બંધાયેલો હોવો જોઈએ. મળ પ્રવૃત્તિ ખુલાસાથી થયા બાદ પેટ હલકું જણાય અને ભૂખ યોગ્ય રીતે કકડીને લાગતી હોય તો તે કબજિયાત ન ગણાય, પરંતુ ઉપર જણાવેલાં કારણો જેવાં કે શુષ્ક અને ગાંઠોવાળો મળ, અપાન વાયુની પ્રવૃત્તિ એટલે કે વાછૂટ ન થવી, અનિયમિત ભૂખ અને વિલંબિત મળપ્રવૃત્તિ એ કબજિયાતનાં લક્ષણો છે.

કબજિયાતના આટલા ટૂંકા નિરૂપણ પછી તેના ઉપચાર વિશે જણાવું છું. ત્રિફળા, હિમજ, સ્વાદિષ્ટ વિરેચન કે દીનદયાળ ચૂર્ણ જેવા રેચ લગાડનાર કે આધુનિક લેક્ઝેટિવ કે પરગેટિવ ઔષધો કાયમ નિયમિત રીતે લીધાં કરવાં એ કબજિયાત મટાડનાર મૂળગામી ઉપચાર નથી. આવાં ઔષધો એકાદ બે વખત મળપ્રવૃત્તિ સાફ લાવી દે છે, પરંતુ ધીમે ધીમે તેના કાયમી ગુલામ બનાવી દે છે અને આવા ઉપચારથી કબજિયાત મટતી નથી પરંતુ ધીમે ધીમે તે કાયમી બની જાય છે.

Source: Internet